તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી તાલુકા માં ડુંગર વિસ્તાર ભાજપ નો ગઢ ગણાય છે તેવામાં કુકરદા , બરોલી , નવગામ આ ત્રણ બેઠકો પર ભાજપ પક્ષ દ્વારા જે વર્ષો થી મહેનત કરતા હતા તેમને ટીકીટ ન મળતા તેઓ ભારે નરાજ થયા છે જેને લઈ ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દીવસે નસવાડી ના ડુંગર વિસ્તારમાથી ઢોલ નગારા સાથે ઉમેદવારી કરવા મોટી માત્ર મા ઉમેદવાર આવ્યા હતા. જેમાં અપક્ષની આખી પેનલ કુકરદા બેઠક પર આવી છે અને જે અપક્ષમા ઉભા રહ્યા તે તમામ ભાજપ પક્ષ માટે મોટા કાર્યકરો હતા એ પણ રાત દીવસ પેજ સમિતિ થી લઈ ભાજપ માટે ભારે મહેનત કરી હતી.
જ્યારે બરોલી અને નવગામ બેઠક પર પણ વર્ષો થી કામ કરતા ભાજપ કાર્યકરો નારાજ થયા હોય આખરે તેઓ પણ અપક્ષ માં ઉમેદવારી કરી છે અને હવે ભાજપ પક્ષ સામે બળવો કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ સામે લડવા ની જગ્યા એ ભાજપ પક્ષ ની સામે જ ભાજપ પક્ષ થી નારાજ બી ટીમ સામે આવી ગઈ છે ત્યારે રાજકીય નેતા ઓ હવે શું કરશે તે જોવુ રહ્યું.
નસવાડી તાલુકા ભાજપ પક્ષ દ્વારા શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારોએ ફોર્મ ભર્યા
નસવાડી તાલુકામાં ભાજપની ટીકીટ ફાળવણી બાદ કાર્યકરોમાં નારાજગી હોય ત્યારે ચૂંટણી ફોર્મના છેલ્લા દીવસે જેમને ભાજપ પક્ષ ટીકીટ આપી છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા શક્તિ પ્રદશન કરી પોહચ્યાં હતા. ભાજપ તમામ બેઠકો પર ચૂંટણી જીતવાના દાવા કર્યા છે.
ભાજપની પેજ સમિતિ માટે સરપંચોએ કરેલી મહેનત એળે ગઈ
ઝેર, ગોયાવાટ, કડુલીમહુડી, સાકળ(પી),ધારસિમેલના સરપંચોએ ભાજપ પેજ સમિતિ માટે મહેનત કરી હજારો કાર્યકરો ભાજપ પક્ષ માટે ઉભા કર્યા. ભાજપની વિચાર ધારા ગામડે પહોંચાડી અને તેઓ જેમના ટેકામાં હતા એમને ટિકિટો ન મળતાં આ પરિસ્થિતિ સર્જાઇ છે. ભાજપના સક્રિય કાર્યકરોએ નારાજ થઈ આ રીતે અપક્ષમાં ઉમેદવાર ફોર્મ ભર્યા છે. - કિશનભાઈ રાઠવા, ભાજપ મહામંત્રી, નસવાડી
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.