સુવિધા:નસવાડી CHC ખાતે 1.44 લાખ લિટર ઉત્પાદન કરતા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

નસવાડી ​​​​​​​4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી સીએચસીમા ઓક્સિજન પ્લાન્ટનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
નસવાડી સીએચસીમા ઓક્સિજન પ્લાન્ટનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • 12 બેડ સાથે ઓક્સિજનની સુવિધા સાથે રૂમ તૈયાર કરાયા
  • પ્લાન્ટ પાછળ જિલ્લા વહીવટી તંત્રે 16 લાખનો ખર્ચ કર્યો

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના 212 ગામ આવેલ છે. જેમાં નસવાડી સી એચ સીમા નવીન ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવીના હસ્તે કરાયું છે. નસવાડી તાલુકાની મુખ્ય હોસ્પિટલમાં 12 બેડ પર ઓક્સિજનની સુવિધા દર્દીઓને મળી રહે તે રીતે તૈયારી કરાઈ છે.

ખાસ તો ઓક્સિજનની સુવિધા ન હોવાના કારણે કોરોના વાયરસની મહામારીમા નસવાડી આવાત દર્દીઓને છોટાઉદેપુર, વડોદરા સુધી હોસ્પિટલમાં જવાનો વારો આવતો હતો. નસવાડીના ઓક્સિજન પ્લાન્ટની કેપિસિટી એક કલાકમા 6000 લીટરની છે, જ્યારે 24 કલાક માં 1,44 લાખ લીટર ઓક્સિજન આ પ્લાન્ટ થકી ઉતપન્ન થશે. આ પ્લાન્ટ પાછળ જિલ્લા વહીવટી તંત્રએ રૂા. 16 લાખનો ખર્ચ કર્યો છે.

નસવાડી ટ્રાયબલ વિસ્તારની હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા કાર્યરત કરાઈ છે. આ કાર્યક્રમમા રાજકીય નેતાથી લઈ જિલ્લા વહીવટી તંત્રના કલેકટર, ડીડીઓ, સી ડી એચ ઓ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ અન્ય અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ, ભાજપના નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા હતા. એકંદરે નસવાડી તાલુકામા ઓક્સિજનની સુવિધા શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...