તપાસ:ભરવાડામાં ખોટા સોંગદનામાથી હયાત કાકાને મૃત બતાવી દીધા

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નામ ખોટી વરસાઈ કરી કાઢી નખાતા ગામડે ફરવા મજબુર બનેલા ભરવાડાના જીવિત વારસદાર તેના પરિવાર સાથે ‘હું જીવીત છું’ નું બોર્ડ મારી લોકોને બતાવી રહ્યા છે. - Divya Bhaskar
નામ ખોટી વરસાઈ કરી કાઢી નખાતા ગામડે ફરવા મજબુર બનેલા ભરવાડાના જીવિત વારસદાર તેના પરિવાર સાથે ‘હું જીવીત છું’ નું બોર્ડ મારી લોકોને બતાવી રહ્યા છે.
  • મામલતદાર કચેરીએ મૃત બતાવીને તેનું નામ કાઢી નાખ્યું
  • ‘હું જીવિત છું’નું બોર્ડ લગાવી ગામમાં ફરીને ન્યાય માટે માગ
  • જે તે તલાટીએ પુરાવારૂપે શું જોયું તે તપાસનો વિષય

નસવાડીના ભરવાડા ગામે 2018માં ગામના કનુભાઈ મોહનભાઈ રાઠવાના કાકાના દીકરા મહેશ મુળજીભાઈ રાઠવાએ ખોટું સોંગદનામું બનાવી હયાત કાકાને પેઢીનામામાં 15 વર્ષથી મૃત અને અપરિણીત બતાવી વારસદારમાંથી નામ કઢાવી નાખ્યું હોવાનું કારસ્તાન રચ્યું હોવાનું બહાર આવ્યું છે. રાયપુર જૂથ ગ્રામ પંચાયતના તે વખતના તલાટીએ પેઢીનામામાં સહી કરેલ છે. ત્યારે તેમણે પુરાવારૂપે શું જોયું તે હવે તપાસનો વિષય બન્યો છે. જ્યારે જે નકલમાં રાઠવા કનુભાઈ મોહનભાઈનું નામ હયાત હતું તેની નકલ પણ 2018માં નીકળતી હતી. તે જ નકલમાંથી નામ વારસદાર તરીકે હાલ નીકળતું નથી.

ત્યારે મામલતદારમાં નામ કમી કરતા પહેલા અનેક પુરાવાની ચકાસણી થાય છે છતાંય વારસદારનું નામ નીકળી જતાં તે હાલ ચિંતિત બન્યા છે. જે નસવાડી મામલતદાર કચેરીએ તેનું નામ મૃત બતાવીને કાઢી નાખ્યું છે તે જ મામલતદારે હાલ કનુભાઈ હયાત છેનો દાખલો પણ આપેલ છે. હાલ તો તેમનું નામ નકલમાં ન નીકળતાં ગામે ગામ તેઓ જીવિત છે, તેનો પરિવાર છે અને ખેતીની જમીન છે તેવું બોર્ડ મારી ન્યાયની માગ કરી રહ્યા છે.

2018 પહેલાં 7 12, 8અમાં નામ હયાત હતું
ભરવાડા ગામે રેવન્યુ સર્વે નંબર 340માં હયાત કનુભાઈ મોહનભાઈ રાઠવાનું નામ કાઢી નખાયું છે. 2018 પહેલા તેમની 7 12, 8અમાં તેમનું નામ હયાત હતું. હાલ તેમનું નામ નકલમાં આવતું નથી અને તેમના કાકાના પુત્રના નામની નકલ નીકળે છે.

ખોટા કાગળ બનાવી મારું નામ કાઢી નખાયું
મેં જીવીત છું. મારી જમીન કલેડીયા છે. મારો આખો પરિવાર હાલ સરિપણી રહે છે. મને ન્યાય મળ્યો નથી. લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં હવે હું ફરિયાદ કરીશ અને રાજ્યના મહેસૂલ મંત્રી પાસે પુરાવા લઈ જઈશ. હું જીવીત છુંનું બોર્ડ મારી ગામમાં ફરું છું. - કનુભાઈ રાઠવા, જીવિત વારસદાર

આ બાબતમાં હું એમને મદદરૂપ બનીશ
હું સામાજિક કાર્યકર છું. મારી પાસે કનુભાઈ રાઠવા તેમનો પ્રશ્ન લાવ્યા તો આ વાત બહાર આવી છે. મારો પ્રયાસ એ જ છે એમનો હક મળે, નામ સર્વે નંબરમાં આવે. હું એમને મદદ કરીશ. હાલ ડે. કલેકટર, મામલતદારમાં જઈ કાર્યવાહી કરી છે. - જૈમીન પટેલ, સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...