તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:નસવાડીના ડુંગર વિસ્તારમાં કાળી ચૌદશને લઈ ડુંગર દેવ, ખેતર દેવની ખેડૂતોએ પરંપરા મુજબ પૂજા કરી

નસવાડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર એવા આદિવાસી વિસ્તારમાં દિવાળી નથી ઉજવાતી

દિવાળી એ ઉજાશનો પર્વ છે ત્યારે દિવાળીની ધામધૂમથી સમગ્ર દેશમાં ઉજવણી કરાય છે. પરંતુ નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારમાં દિવાળીના નથી ફૂટતા ફટાકડા કે નથી ઉજવણી થતી. પરતું દિવાળીના દિવસે કાળી ચૌદશ હોય છે જેને લઈ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના આદિવાસી ભીલ સમાજના લોકો મોટા ડુંગરો ચડી ઉપર જતા હોય છે અને વર્ષો જૂની પરંપરા મુજબ તેઓ સૌથી પેહલા ડુંગર દેવની પૂજા કરે છે અને પછી તેઓ જે ખેતીની જમીન તેમને બધું જ અનાજ પૂરું પાડતી હોય તે ખેત જમીનની તેઓ તેમની વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરા મુજબ પૂજા કરતા હોય છે.

કાળી ચૌદશના દિવસે સવારથી લઈ રાત સુધી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પૂજા કરાતી હોય છે કુકરદા ગામના ભીલ સમાજના આગેવાન અંબાલાલના જણાવ્યા મુજબ અમો દિવાળી નથી ઉજવતા. પરતું અમારો જે સમાજ છે તે આજે પણ વર્ષો જૂની પરંપરાઓ છે તેની સાથે ચાલી રહ્યો છે. આજે ડુંગર દેવની પૂજા કરી છે અને ખેતરમાં પૂજા કરી છે. બસ આખું વર્ષ ખેતીમાં સારું જાય અને જે વર્ષમાં ખેતર દેવ ડુંગર દેવની જે બાધાઓ હોય છે તે આજે અમો પૂરી કરીએ છે. પૂજામાં અમારી માનતા મુજબ કરતા હોઈએ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો