તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:નસવાડી તાલુકાનાં 8 કેન્દ્રો પર એક દિવસમાં 1268 લોકોએ કોરોના વેક્સિનેશન કરાવ્યું

નસવાડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી સી એચ સીમા કોરોના રસી લેવા લાઈનમા ઉભા રહેલા લોકોની તસવીર. - Divya Bhaskar
નસવાડી સી એચ સીમા કોરોના રસી લેવા લાઈનમા ઉભા રહેલા લોકોની તસવીર.
  • ગ્રામ્ય વિસ્તારના લોકો હવે નસવાડી સીએચસીમાં રસી લેવા લાઈનોમાં લાગે છે
  • ત્રીજી લહેર આવે તે પહેલાં આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિન લઈ લેવા ફરી અપીલ કરાઈ

નસવાડી તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય લોકોના મોત થયા હોય હવે કોરોનાની ત્રીજી લહેર આવે પહેલા ગામે ગામના લોકો કોરોના રસી લે માટે તાલુકાનું તંત્ર ભારે મહેનત કરી રહ્યું છે. જેમાં નસવાડી તાલુકાના 6 પીએચસી કેન્દ્રોના 8 ગામમાં કોરોના રસી મુકવાની કામગીરી કરાઈ હતી. જેમાં ઢાઢણીયા, તરોલ, ભરવાડા, સીધીકુવા, નસવાડી આઈટીઆઈ, નસવાડી સીએચસી કુમેઠા, કરમદી આમ 8 કેન્દ્રો પર કોરોના રસી આપવાની કામગીરી કરાઈ હતી. જેમાં 1268 લોકોએ રસી લીધી હતી.

ખાસ કરીને ગામડામાં જ્યારે રસીકરણને લઈ આરોગ્યની ટીમો જતી હતી ત્યારે લોકો કોરોના રસી લેવા આગળ આવતા ન હતા. જ્યારે હાલ ગામે ગામ કોરોના રસી પર ભાર મુકાયો હોય જે લોકોને રસી લેવાની બાકી છે તેઓ હવે નસવાડી સીએચસીમાં આવી રહ્યા છે. કોરોના રસી લેવા હવે નસવાડી સીએચસીમાં પણ લાઈનો લાગે છે. એકંદરે હજુ પણ નસવાડી મામલતદાર, ટીડીઓ, ટીએચઓ દ્વારા કોરોના વેક્સિન બધાની સાવચેતી માટે છે. ત્રીજી લહેર આવે તે પહેલા વેક્સિન લઈ લેવા ફરી અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...