તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:નસવાડીના ગઢબોરીયાદ ગામે પશુને ખાવા માટે ભરેલ બાટુમાં આગ લાગી

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઢબોરીયાદમાં આગને બુઝાવવાનો પ્રયાસ કરતા ગ્રામજનો. - Divya Bhaskar
ગઢબોરીયાદમાં આગને બુઝાવવાનો પ્રયાસ કરતા ગ્રામજનો.
  • મકાનની પાછળ મૂકેલા 5 હજાર પૂળા, મકાઈ અને દિવેલા બળી ગયા
  • આગ લાગ્યાના કલાકો બાદ પણ તાલુકાનો તલાટી ન આવતાં લોકોમાં રોષ

નસવાડી તાલુકાના 212 ગામડા છે. ગામડામા આગની અવાર નવાર ઘટનાઓ બને છે. પરંતુ ફાયર ફાઈટરનો અભાવ હોય તાલુકાના ગ્રામજનોથી લઈ તાલુકાનું તંત્ર પણ લાચાર બને છે. ત્યારે ફરી એક વખત નસવાડીના ગઢબોરીયાદ ગામે રહેતા હેમંતભાઈ બાબરભાઈ કોળીના પાકા મકાન અને પાછળના ભાગે આવેલ પતરાની અડાળીમા અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે આગ લાગતા અદાજીત 60 ફૂટ લંબાઈ ધરાવતા મકાનમા પશુને ખાવા માટેનું બાટુ તેમજ મકાઈ અને દિવેલીનો પાક હતો તે આગ લાગતા બધું બળી ગયું છે.

અચાનક આગ લાગતા આખું ગઢબોરીયાદ ગામના યુવાનો આજુબાજુના લોકો દોડી આવી ટેન્કર તેમજ આજુબાજુ જે પાણી ભરેલું હતું તેનાથી આગ ઠારવા પ્રયાસ કરાયો હતો. ટાચા સાધનો થકી આગ પૂરતી કાબુમા ન આવતા 3 કલાક બાદ બોડેલીથી ફાયર ફાઈટર આવ્યું હતું. પાણીના ટેન્કર પર મોટર મૂકી ગ્રામજનો આગ ઠારવા પ્રયાસ કર્યો હતો.

સદ નસીબે કલાકોની મેહનત બાદ આગ કાબુમા આવી હતી. બાકી તો આજુબાજુના રહેણાંક મકાનોમા મોટી હોનારત સર્જાતી તેમ ગ્રામજનો જણાવ્યું છે. તંત્રમા મામલતદારનો સ્ટાફ સૌથી પહેલા પહોચ્યો હતો અને તેઓ દ્વારા ગ્રામ પંચાયત તલાટીને જાણ કર્યાના કલાકો બાદ તલાટી સ્થળ પર પોહચ્યાં ન હતા. આગ લાગીના કલાકો બાદ તાલુકાનો કોઈ કર્મચારી સ્થળ પર પહોંચ્યો ન હોવાથી ગ્રામજનોમા ભારે રોષ ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...