હાલ ટેકનોલોજીનો યુગ છે. શહેરોની આધુનિક ચમકમાં જ્યારે લગ્ન યોજાતા હોય છે. ત્યારે વરરાજા જ્યારે જાન લઈ પરણવા જાય છે ત્યારે તેના ગળામાં ફૂલોના હાર અથવા તો ફૂલોના સેહરો હોય છે. જેની કિંમત હજારો રૂપિયામાં હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં આજેપણ વર્ષો જૂની પરંપરા અને સંસ્કૃતિ ઓ જળવાઈ રહી છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર અને કવાંટ તાલુકાના વિસ્તારમાં આજેપણ જ્યારે લગ્નમાં વરરાજા જાન લઈ પરણવા આવે તો તે રંગબેરંગી કાગળના બનેલ હાર અથવા તો સેહરો પહેરી આવે છે.
આમ તો કાગળના સેહરો હાર નસવાડીમાં કોઈ ફૂલ ગૂંથતા માળી નથી બનાવતા આ રંગબેરંગી કાગળના હાર સેહરો નસવાડીના ડુંગર વિસ્તારના કુકરદા ગામનો યુવાન કંચન ડું ભીલ બનાવે છે. તેમના જણાવ્યા મુજબ લગ્નની સિઝનમાં દરરોજ ઓર્ડર આવતા હોય છે અને હું 800 થી 1000 રૂપિયામાં વરરાજાનો સેહરો બનાવી આપું છું.
રંગબેરંગી કાગળ નસવાડીથી લાવું છું એના પણ કાતરથી કાપીને અવનવી ડિઝાઇન બનાવું છું. જે ડિઝાઇનના કાગળ લગ્ન હોય તેના ઘરે ભીત પર ચોંટાડું છું. જ્યારે 5 ફૂટ ઉંચાઈનો સેહરો રંગબેરંગી કાગળમાંથી બનાવી તેને દોરા વડે ગુથું છું. અમારી આદિવાસી વિસ્તારની આ પરંપરા છે. જેને બધા અનુસરે છે અને મને લગ્નની સિઝનમાં રોજગારી મળે છે. માટે હું આ કામગીરી કરી રહ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.