માંગ:નસવાડીમાં છૂટક શાકભાજીવાળા અને લારીવાળાની હાલત કફોડી બની

નસવાડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટાયેલા પ્રતિનિધીઓ તેમની વહારે આવે તેવી માંગ ઉઠી
  • લારીવાળાઓ દ્વારા પહેલાની જગ્યાએ લારી ઉભી રાખી ધંધો કરવા માગ

નસવાડી ટાઉનમાં લોકડાઉનને લઈ શાકબાજી, ફ્રૂટનો છૂટક વેપાર કરતા લારીવાળાઓને તંત્રે નસવાડી માર્કેટના મેદાનમાં મોકલ્યા હતા. ત્યાં લોકડાઉન હોય ત્યારે લોકો ખરીદ કરવા આવતા હતા. હવે ત્યાં છૂટક વેપાર કરતા શાકભાજી અને ફ્રૂટનો વેપાર કરતા લારીઓવાળાની હાલત કફોડી બની છે. જે શાકભાજી, ફ્રૂટ ભરે છે તેમનો માંડ માંડ વેપાર થાય છે. કારણ કે નસવાડીના બજારમાં લોકો અન્ય દુકાને આવે છે. ત્યાથી ખરીદ કરી જતા રહેતા હોય છે. 

નસવાડીના બજારમાં અન્ય દુકાનોમાં મોટી માત્રમાં ભીડ હોય છે. ત્યારે છૂટક શાકભાજી, ફ્રૂટ, ડુંગરી બટાકાનો વેપાર કરતા લારીવાળા સાથે અન્યાયાય કેમ. વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપતું ના હોય ગરીબ મધ્યમ વર્ગના રોજ કમાઈ રોજ ખાનાર લોકોની હાલત ખરાબ થઈ છે. જેને લઈ નસવાડી ટાઉનમાં આ ગરીબ મધ્યમ વર્ગના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની વ્હારે આવી જ્યા રોજ તેઓ લારી ઉભી રાખી પોતાનું પેટિયું રડી ખાતા હતા તે જગ્યા પર જવા દેવા તંત્રને રજુઆત કરે તેવી માગ ઉઠી છે. 

અન્ય સમાચારો પણ છે...