દુર્ઘટના:નસવાડી તાલુકામાં ત્રણ ઘરના પતરા ઉડ્યા, બે મકાનમાં આગ

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં વાવાઝોડાને કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામા સોમવારના સાંજે અચાનક વાતાવરણમા આવેલ પ્લટા સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેમાં વાવાઝોડાના પવનની ગતી વધુ હોય ધૂળની ડમરીઓ વાતાવરણમા ઉડી હોવાથી વાતાવરણ ધૂળ્યુ બન્યું હતું. અને વાવાઝોડું સમગ્ર તાલુકામાંથી પસાર થયું હોઇ જેને લઈ નસવાડી તાલુકાના પાંચ ગામના છ મકાનોમા નુકશાન થયાનુ બહાર આવ્યું છે. જેમાં વાડિયા(લા) ગામે નાની ઓરડીમા ઘાસ બડી ગયું હતું. રતનપુર(ક) ગામે એક ઘરમા આગ લાગી હતી. કંકુવાસણ ગામે ઘરના પતરા ઉડ્યા, ગોયાવાંટ ગામે એક મકાનના પતરા ઉડ્યા તો એક મકાન પડી ગયું. વિયાવાટ ગામે એક ઘરના પતરા ઉડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...