તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નસવાડી તાલુકામાં પોલીસે રોડ પર આવી દંડની કાર્યવાહી કરવી પડી

નસવાડી6 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી પોલીસ માસ્કને લઈ કાર્યવાહી કરતા થેલામા મુકેલ માસ્ક તરત લોકો પેહરતા થયા હતા. - Divya Bhaskar
નસવાડી પોલીસ માસ્કને લઈ કાર્યવાહી કરતા થેલામા મુકેલ માસ્ક તરત લોકો પેહરતા થયા હતા.
 • માસ્ક હોવા છતાંય લોકો તેને પહેરતા ન હતા : પોલીસને જોઈ થેલામાંથી માસ્ક કાઢી લોકોએ પહેર્યાં

નસવાડી તાલુકામા કોરોના વાયરસનો ફેલાવો ન થાય માટે પોલીસ દરરોજ આમ જનતાને સાવચેતી રાખવા સૂચનો કરતી હતી. છતાંય નસવાડી ટાઉનમા માસ્ક વગર બિન્દાસ્ત લોકો ફરતા હતા અને બાઈક સવારથી લઈ ખાનગી વાહન ચાલકો પણ બિન્દાસ્ત બન્યા હતા. કોરોના વાયરસની ગાઈડ લાઈનનો અમલ જેમ કે ફક્ત ગરીબો માટે કોરોના આવ્યો હોય તેમ નાના લોકો અમલ કરે. પરતું માલેતુજારથી લઈ રાજકીય નેતાઓ કોરોના ગાઈડ લાઈનનો અમલ કરવા જોવા મળતા ન હતા.

આખરે નસવાડી ટાઉન પોલીસ સવારના નસવાડી બજારના બધા જ વિસ્તારમા માસ્કને લઈ કામગીરી કરી હતી. પોલીસને જોઈ માસ્ક જોડે થેલામા મુકેલ હતા તે પણ તરત લોકો પહેરતા થઈ ગયા હતા. નસવાડી પીએસઆઈ સી. ડી. પટેલ દ્વારા ગ્રામજનોને માસ્ક બાબતે હવે બેદરકારી નહી ચાલેનું જણાવ્યું છે. અને વાહન ચાલકોથી લઈ ગમે ત્યાં માસ્ક વગર લોકો દેખાશે તો દંડ સાથે કાર્યવાહી કરવામાં આવશેનું પોલીસે જણાવ્યું છે. નસવાડી ટાઉનમા માસ્કની કામગીરી શરૂ થતા લોકો માસ્ક પહેરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો