ખાત મુહૂર્ત:નસવાડી તાલુકામાં રૂા. 19 કરોડના વિકાસકામોનું ઈ-ખાત મુહૂર્ત કરાયું

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુલ, સ્લેબ ડ્રેઈન, ડામર રોડની નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતવિધિ

નસવાડી તાલુકામાં વિકાસના કામોની જરૂરિયાત વધુ હોય તેની રજૂઆત દરેક શેત્રમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા અવાર નવાર કરાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સંખેડા ધારાસભ્યની રજુઆતને લઈ નસવાડી તાલુકાની સૌથી મોટી સમસ્યા ધરાવતો 100 ગામને જોડતા લો લેવલના કોઝવે પરના નવા પુલનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ કોઝવે ખુશાલપુરા ગઢને જોડે છે અને તેના પર દર ચોમાસે ગ્રામજનો મુશ્કેલી ભોગવે છે. ત્યારે તેના પર નવીન 95 મીટરનો લાંબો પુલ બનવાનો છે. સાથે નસવાડીના ગઢબોરીયાદથી સેંગપુર રોડ, ચદનપુરા છેવટ રોડ, નસવાડી પાલા કકુવાસણ ડામર રોડ પહોળા કરવાના કામ ઉપરાંત નવીન બનાવવા માટેનું ઇ-ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 19 કરોડના ખર્ચે બનનાર નવીન પુલ, સ્લેબ ડ્રેઈન, ડામર રોડનું કામ હવે શરૂ કરવામાં આવશે. જેને લઈ નસવાડી તાલુકામાં ખુશી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...