તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી:નસવાડી તાલુકામાં ખેડૂતોએ કપાસ, તુવર, મકાઈ અને સોયાબીનની વાવણી શરૂ કરી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુશાલપુરાના ખેડૂતો કપાસની વાણવી કરે છે. - Divya Bhaskar
ખુશાલપુરાના ખેડૂતો કપાસની વાણવી કરે છે.
  • અંદાજિત 18 હજાર હેક્ટરથી વધુમાં આ વર્ષે વાવણી કરાશે
  • પહેલો વરસાદ વાવણી લાયક થતાં ખેડૂતોમાં ખુશી

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ત્યારે નસવાડી તાલુકાના 212 ગામ આવેલ છે. જે ગામડામાં વરસાદના આગમનની રાહ જોવાતી હતી. 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ શરૂ થતો હોય છે ત્યારે શુક્રવારના રોજ બપોરના નસવાડી સાથે નસવાડી તાલુકાના ગ્રામ્ય અને ડુંગર વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. જે વરસાદ સારી માત્રમાં પડ્યો હતો.

ખાસ તો ખેડૂતો વરસાદના આગમન બાદ ખેતરમાં વાવણી કરે છે. જેને લઈ વરસાદ આવતા નસવાડી તાલુકાના ખેડૂતો કપાસ, મકાઈ, તુવર, સોયાબીનના વાવેતરની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં નસવાડીના ખુશાલપુરાના ખેડૂત પરિવાર કપાસના બીજનું વાવણી કરવાની શરૂ કરી આ વખતે સારો વરસાદ પડે તેવી આશા વ્યક્ત કરી છે.

ખાસ તો ખેડૂતો ખેતી પકવ્યા બાદ જ તેમના ઘરના પ્રસંગ ઉકેળતા હોય છે. હાલ તો ખેડૂતોએ પોતાની રીતે વાવણી શરૂ કરી છે. જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરાય છે. જેમાં અંદાજીત 18 હજાર હેક્ટરથી વધુમાં ખેડૂતો આ વર્ષે વાવણી કરશેનો અંદાજ ખેતીવાડી વિભાગે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...