તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:નસવાડી તાલુકામાં તલનો મબલખ પાક થતાં ખેડૂતો વેચવા ઉમટી પડ્યા

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમા તલનો પાક વેચવા ખેડૂતો આવ્યા હતા. - Divya Bhaskar
નસવાડીમા તલનો પાક વેચવા ખેડૂતો આવ્યા હતા.
  • તલનો ભાવ મણનો રૂા.1550 હોઇ ખેડૂતોને ભાવ ઓછો મળતાં નારાજ
  • વેપારીઓ ઉપરના ભાવથી ખરીદ કરી રહ્યા છે

નસવાડી તાલુકામાં સૌથી વધુ તલનો પાક પકવતા ખેડૂતો છે. અદાજિત 600 હેકટરથી વધુનું તલનું વાવેતર કરાયું છે. તલનો પાક ખેડૂતો માટે સારો પણ છે કારણ કે તે બરાબર ચોમાસાના આગમન પહેલાં બહાર આવે છે. તલનો ભાવ હાલ નસવાડીના બજારમાં 20 કિલોના રૂા.1550 મણ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. મોટા ખેડૂતો મોટી માત્રામાં તલનો પાક બહાર લાવી રહ્યા છે અને તલના વેચાણનું બિલ પણ લાખ્ખો રૂપિયામાં બને છે.

નસવાડી તાલુકાના મોટા ભાગના ગામડામાં હાલ તલનો પાક સારો થયો હોઇ ગામડાના ખેડૂતો તલની કાપણી કરી હવે તલને ખંખેરીને બજારમાં વેચાણ માટે લાવી રહ્યા છે. ખેડૂતોને 1550 રૂા. મણના ભાવ ઓછા પડતા હોઇ ભારે નારાજગી છે. જ્યારે વેપારીઓ તલના પાકનો ભાવ મોટા માર્કેટમાં થતો હોય છે જેને લઈ ભાવ વધઘટ થાય છે એમ ખેડૂતોને ભાવ આપી રહ્યા છે. હાલ તો ખેડૂતો નસવાડીના બજારમાં મોટી માત્રામાં તલનો પાક વેચવા ઉમટી પડ્યા છે. નસવાડી ટાઉનમાંથી દરરોજ વેપારીઓ પણ લાખ્ખો રૂપિયાના તલની ખરીદી કરી અન્ય મોટા માર્કેટમાં મોકલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...