વેપારીઓમાં ચિંતા:નસવાડી તાલુકામાં દિવાળીના છેલ્લા દિવસે પણ ફટાકડાની દુકાનો સૂમસામ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ |ફડાકડા બજારમાં 7 દુકાનમાં વેપારીઓએ આ વર્ષે વધુ સ્ટોક કર્યો છે

નસવાડી તાલુકાનું નસવાડી ટાઉન મોટો વિસ્તાર છે. નસવાડીના બજાર વિસ્તારમા ફટાકડાની દુકાનો અલગથી શરૂ થાય છે. ફાયર સેફટી સાથે દુકાનો શરૂ થાય છે. દિવાળીનો તેહવાર હોઇ ફટાકડાની ખરીદી નસવાડીના ફટાકડા બજારમા રહેતી હોય છે.

અને એ પણ દરેક દુકાનોમા મોટી માત્રમા ફટાકડા લોકો લેવા આવતા હોય તેવા દૃશ્યો હોય છે. પરંતુ નસવાડીના ફટાકડા બજારમા દિવાળીના છેલ્લા દિવસે સાત દુકાનોમા નહિવત ગ્રાહકો જોવા મળ્યા હતા. અને કેટલી દુકાનો પર તો એકપણ ગ્રાહક જોવા મળ્યો ન હતો. આ વર્ષે સારો વેપાર થશે કરીને વેપારીઓએ મોટી માત્રમા ફટાકડા ભર્યા હતા. પરતું ગ્રાહકી નીકળી ન હોવાથી ફટાકડાના વેપારીઓ ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...