તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:નસવાડી તાલુકામાં એક જ દિવસમાં 1644 લોકોએ કોરોનાની રસી લીધી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાનના દિવસે બૂથ પર લાઈનો હોય તેમ રસી લેવા માટે લોકો ઉમટ્યા

નસવાડી તાલુકાના નજીકના ગામડામાં કોરોના વેક્સિન લેવા માટે ચૂંટણીના મતદાનના દિવસ જેવો માહોલ સર્જાયો છે. નસવાડીના વાઠડા, નવગામ, બરોલી, ગોયાવાટ,જશકી, ચામેઠા જેવા અનેક ગામમાં કોરોના રસીકરણની કામગીરી શરૂ થતાં જ ગામના યુવાનો, મહિલાઓ, પુરુષો કોરોના રસી લેવા આગળ આવી રહ્યા છે. લાઈનોમાં મત આપવા આવ્યા હોય તેમ ઉભા રહે છે. ખાસ કરીને નસવાડીના ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક સમસ્યાને લઈ રજિસ્ટ્રેશનની કામગીરી જે જગ્યાએ કરાય છે તો રસી લેવા આવતા લોકોને વાર લાગતી હોય તેઓ હેરાન થાય છે.

જ્યારે રજીસ્ટરમાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર લખી રસી આપવામાં આવે છે ત્યાં કામગીરી ઝડપી થાય છે. પછી એ આરોગ્ય કર્મચારી નસવાડી આવી એન્ટ્રી કરી શકે છે. હાલ તો નસવાડીથી લાવાકોઈ સુધીના ગામડામાં કોરોના રસીકરણની કામગીરી સારી ચાલી રહી છે.

જ્યારે ખાસ હવે ડુંગર વિસ્તારના દુગ્ધાથી ઉપરના જે ગામડા છે ત્યાં વેક્સિનેશન જાગૃતિ અભિયાન સાથે ત્યાંના આગેવાનોને સાથે રાખી વેક્સિનેશનની કામગીરી કરાવી પડશે તેમ લોકો જણાવી રહ્યા છે. મંગળવારે નસવાડી તાલુકામાં 1644 લોકોએ રસી લીધી છે. એકંદરે કેટલાય સરપંચો, રેશનિંગ સંચાલકોની મહેનતથી હાલ કોરોના વેક્સિનની કામગીરી ઝડપી બની છે.

અન્ય સમાચારો પણ છે...