તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને જોઈ ગભરાયા:નસવાડીમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરતાં માસ્ક વગર ફરતા લોકોએ માસ્ક ખરીદવા પડાપડી કરી

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની નિયમો ભૂલેલા બાઈક સવારો પોલીસને જોઈ ગભરાયા
  • પોલીસે ફરી એકવાર ગ્રામજનોને સાવચેત કર્યા હતા

નસવાડી ટાઉન મોટો વિસ્તાર છે. જેને લઈ નસવાડી પીએસઆઈ સી. ડી. પટેલ સાથે પોલીસ સ્ટાફ કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી નસવાડી ટાઉનમા પેટ્રોલિંગ કર્યું હતું. નસવાડી પોલીસ બજારમાં નીકળતા જ માસ્ક વગર ફરતા લોકો સાથે નસવાડીના ગ્રામજનો વાહનચાલકો બાઈક સવારોમાં દોડાદોડ થઈ હતી.

કોરોના ગાઈડલાઈનને નેવે મૂકી દેવાઈ હોય તેમ લોકો પોલીસને જોઈ માસ્ક પહેર્યા હતા. અને બહારથી નસવાડી આવેલી મહિલાઓ માસ્કની ખરીદી કરવા ઉમટી હતી. જ્યારે પોલીસ પ્રજાનો મિત્ર બની ફરી લોકોને નસવાડીના બજારમાં સમજ આપી હતી અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચનો કર્યા હતા. સાથે બધા સાવચેતી રાખશે તો કોરોનાની ત્રીજી લહેરથી બચીશુંની સમજ સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા સૂચનો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...