હાલાકી:નસવાડીમાં ગ્રામ પંચાયતની ઉભરાતી ગટરથી લોકોને હાલાકી

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરના ભારે દુર્ગધ મારતા પાણીથી ગ્રામજનો હેરાન પરેશાન

નસવાડી ગ્રામ પંચાયતની હદ મોટો વિસ્તાર છે. તે વિસ્તારમા ગટર, સફાઈ બાબતે ગ્રામ ધ્યાન આપતું નથી. ગમે તેવું કામ હોય ગ્રામ પંચાયતમા રજુઆત કરો તેના 15 દિવસ અથવા મહિનામા થાય અને ન પણ થાય તે સત્ય છે. નસવાડીના જકાત નાકાથી પોલીસ સ્ટેશન તરફ જતા રસ્તા ઉપરની ગટર કેટલાય દિવસથી ઉભરાય છે. જેના ગંદા રેલાતા પાણી નસવાડીના જલારામ મંદિર સુધી પહોંચે છે.

ગામનો મુખ્ય માર્ગ હોઇ પહેલા તો 12 ક્વાર્ટરમા રહેતા મામલતદાર, ટીડીઓ, આ ગટરના રેલાતા પાણી ઉપરથી તેમની સરકારી ગાડી લઈ પસાર થાય છે. પછી ગ્રામ પંચાયતના સરપંચ આજ રસ્તે ગ્રામ પંચાયતમા જાય છે. પછી ઉપ સરપંચ પણ આજ રસ્તેથી તેમના કામ માટે જાય છે. વોર્ડ સભ્યથી લઈ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી પણ આજ રસ્તેથી પસાર થાય છે.

સમગ્ર તાલુકાનું સરકારી તંત્ર જાહેર રોડ પર રેલાતા ગંદા ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણી તેમની આખોથી જોઈ રહ્યા છે. પણ દુઃખ ભોગવતી નસવાડીની પ્રજા માટે કામગીરી કરાવતા નથી. તે સત્ય છે. બીજી બાજુ જિલ્લા વિકાસ અધિકારી વિકાસલક્ષિ કામગીરીની વાતો કરે છે. પરંતુ નસવાડી ટાઉનની પરિસ્થિતિ એકવાર જાતે જોવા આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...