મુશ્કેલી:નસવાડીમાં માવઠાથી સ્ટેટ હાઈવે પર પેચ વર્ક ઉખડતાં ખાડા પડ્યા

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉનમાં કમોસમી વરસાદથી રોડના પેચ વર્ક ઉખડી જતા ઠેર ઠેર ખાડા પડ્યા હોવાનું તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
નસવાડી ટાઉનમાં કમોસમી વરસાદથી રોડના પેચ વર્ક ઉખડી જતા ઠેર ઠેર ખાડા પડ્યા હોવાનું તસવીરમાં જણાય છે.
  • સ્ટેટ આર એન્ડ બી વિભાગ વહેલી તકે ખાડા પૂરે તેવી ગ્રામજનોની માગ

નસવાડીથી કવાંટને જોડતા મુખ્ય રોડની કામગીરી હાલ પૂર જોશમાં ચાલુ છે. જેમાં સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે ત્યારે જ અચાનક કમોસમી વરસાદ આવતાં નસવાડી ટાઉનના બજાર વિસ્તારથી લઈ સ્ટેશન રોડ સુધી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેનાથી ઇજારદાર ચિંતિત બન્યા છે.

આ વરસાદથી દિવાળી પહેલાં જ પેચ વર્ક કરાયેલા રોડના ખાડા પર પેચ વર્ક ઉખડી જતાં ફરી ખાડા પડી ગયા છે. જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ છે. આ ખાડાને લઈ ટ્રાફિક પણ જામ થઈ જતો હોઇ તત્કાલ આ ખાડા પૂરવામાં આવે તેવી નસવાડી ટાઉનના ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...