તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોલીસ પ્રજાનો મિત્ર છે. પરતું પ્રજા જ પોલીસને મદદ કરવા માંગતી નથી તે નસવાડીના ભર બજારમાં વેહલી સવારે માર્કર્ટના ગેટ પર પડેલ અજાણ્યા મૂર્તદેહ જોઈ પોલીસને કડવો અનુભવ થયો છે. નસવાડી માર્કેટના ગેટ પાસે વેહલી સવારનો એક અજાણ્યો વ્યક્તિ ઉંધો પડ્યો હોય તેને જોતા ખબર પડી કે આ વ્યક્તિ તો મૃત અવસ્થામા છે. વેહલી સવારના અજવાળા થયા બાદ આ ઘટના સામે આવી હતી. નસવાડી પોલીસ સ્થળ પર પોહચ્યાં બાદ તપાસ કરી તો જે મૃત અવસ્થામા પડેલ વ્યક્તિ ઢશા ગામથી નસવાડી આવ્યો હતો.
તેની પાસે બસ ટીકીટ મળી આવી હતી. અને તેનું નામ ગીરીશ જીવાભાઈ પરમાર ઊ.વર્ષ 43 અને તે ચિખોદરાનો હોવાનું જાણવા મળ્યું હતું. નસવાડી પોલીસે વધુ તપાસ કરતા તેની બહેન પણ નસવાડીમંા રહેતી હોવાનું બહાર આવ્યું હતું. અને નસવાડી પોલીસ સ્ટેશનમા તેની બહેને આ બાબતે પોલીસ ફરીયાદ આપી છે. ઘટનામા મોત કઈ રીતે થયું તે બાબતે તપાસ કરતા નસવાડી સરકારી દવાખાનામા પી.એમ. કરાવ્યા બાદ જે વ્યક્તિનો મૃતદેહ મળ્યો તે જગ્યાએથી કોઈ વાહન ચાલક તેના માથા પરથી ગાડીના ટાયર ફેરવી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
નસવાડી પોલીસ અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી અજાણ્યા વાહનની તપાસ શરૂ કરી છે. આ ઘટના સ્ટેશન વિસ્તારમા બનેલ હોય ત્યારે જે જગ્યાએ ઘટના બની તેની આજુબાજુની દુકાનોમાં સીસીટીવી કેમેરા લાગેલ હતા. પરંતુ કેમેરા રોડ સાઈડ નહીં ફક્ત દુકાન પુરતાં જ કેમેરાના લોકેશન કર્યા હોઈ આ ઘટના કઈ રીતે ક્યારે બની તે જાણી શકાય નથી. નસવાડી પોલીસ પણ હવે મુંઝવણમા મુકાઈ છે. ખરેખર આવી ઘટનામા નસવાડી પોલીસને ગ્રામજનો મદદરૂપ બનવું જોઈએ. પરતું જાણે પોલીસ કોઈ કઈ જણાવશે અને તેની સામે પગલાં ભરશેની મગજમા માનસ્તીકતા ઘર કરી ગઈ છે. પોલીસ આજુબાજુ બધે પૂછપરછ શરૂ કરી છે. પરંતુ હજુ ઘટના અકસ્માતના કોઈ પુરાવા મળ્યા નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.