સમસ્યા:નસવાડી ડુંગર વિસ્તારમાં બેંક ન હોઇ 100 ગામના ગ્રાહકો 50 કિમી દૂર જવા મજબૂર

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંકડીબારીના ગ્રામજનો પાણી ભરેલી કોતરો પાર કરી બેન્કના કામે આવે છે. - Divya Bhaskar
સાંકડીબારીના ગ્રામજનો પાણી ભરેલી કોતરો પાર કરી બેન્કના કામે આવે છે.
  • દુગધા, કડુલીમહુડી, ધારસિમેલ જેવા ગામમાં બેંક ખુલે તો આદિવાસી પ્રજાનો પ્રશ્ન હલ થાય તેવી માગ
  • દેશને આઝાદી મળ્યાના વર્ષો બાદ પણ નસવાડીના તાલુકાના ગામડાઓમાં બેંકની સુવિધા પહોંચી નથી

નસવાડી તાલુકો 212 ગામ ધરાવતો તાલુકો છે. જેમાં ખાસ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના હજારો બેન્ક ખાતેદારો અલગ અલવ બેન્કમાં ખાતા ધરાવે છે. જેમાં ડુંગર વિસ્તારના બેન્ક ખાતેદારોને સૌથી મોટી મુશ્કેલી પડે છે. કારણ કે નસવાડીના ડુંગર વિસ્તારના સાંકડીબારી, ગનીયાબારી સાથે 100થી વધુ ગામડાના લોકો રોકડ રકમ ઉપાડવી હોય તો ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. કારણ ડુંગર વિસ્તારના સાંકડીબારીથી લઈ અનેક ગામડાના બેન્ક ગ્રાહકો ગઢબોરીયાદ ગામે આવેલ બેન્ક ઓફ બરોડા સાથે જોડાયેલ છે. જે બેન્ક નસવાડીના ડુંગર વિસ્તારના ગામડાથી 50 કિમી દૂર આવેલ છે.

જેમાં ખાસ તો આદિવાસી બેન્ક ગ્રાહકો રોકડ રકમ તેમજ અન્ય નાણાંકીય લેવડ દેવડ માટે ફરજીયાત કેટલાય કિલોમીટરનું અંતર કાપી આવું પડે છે. જેમાં રૂ.100 સુધીનું ભાડું બેન્ક ગ્રાહકો ખર્ચ કરી આવતા હોય છે. જેમાં નેટ કનેક્ટિવિટી તેમજ અન્ય પ્રશ્નો સર્જાતા હોય બેન્ક ગ્રાહકોને પરત પણ જવું પડે છે. હાલ સરકાર ડિઝિટલ નેટવર્ક અને ગામે ગામ બેન્ક નજીકની સુવિધાની વાત કરે છે. પરંતુ નસવાડીના ડુંગર વિસ્તારમાં બેન્ક ન હોય 100થી વધુ ગામના બેન્ક ગ્રાહકોને મુશ્કેલી પડે છે.

દુગધા, કપરાલી, કડુલી મહુડી, ધારસિમેલ જેવા ગામડામાં બેન્ક શરૂ કરાય તેવી આદિવાસી વિસ્તારના લોકો માગ કરી છે. સાંકડીબારીના ગ્રામજનોને પાકો રસ્તો ન હોય કેટલાય કોતરો પસાર કરી બેંકોમાં આવું પડે છે. બેન્કના બેન્ક કર્મચારીઓ ગામડા નજીક પહોંચી નાણાંકીય કામગીરી કરે તેવી પણ માગ ઉઠી છે. આઝાદીના વર્ષો બાદ પણ સુવિધાઓ ગામડા સુધી પહોંચી નથી અને અનેક મુશ્કેલીઓ ડુંગર વિસ્તારના ગ્રામજનો ભોગવી રહ્યાનું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...