ખેડૂતોની માગ:નસવાડીમાં પાંચમના મુહૂર્ત બાદ કપાસની આવક શરૂ થઈ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ ખુશ તો કપાસનો સારો ભાવ આપવા ખેડૂતોની માગ

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. નસવાડી ટાઉનમાં 212 ગામના ખડુતો કપાસ પકવતા છે. જે ખેડૂતો દિવાળી પર સારો કપાસ નીકળશેની આશા રાખેલ છે. પરંતુ પાછોતરા વરસાદને લઈ કપાસના છોડમાં આવેલ ભમરી ખરી પડેલ હતી. જેને લઈ દિવાળી પર કપાસની આવક શરૂ થયેલ ન હોય. દિવાળી બાદ લાભ પાંચમના મુહૂર્ત બાદ નસવાડીના બજારમાં કપાસની આવક શરૂ થઈ છે. કપાસ આવતા વેપારીઓ ખુશ થયા છે. પરંતુ ક્યાંકને ક્યાંક કપાસનો ભાવ ખેડૂતોને ઓછો મળતા નિરાશ થયા છે. જ્યારે ઉપરના માર્કેટમાં કપાસનો ભાવ નરમ પડતા ભાવ ઓછો એટલે રૂા. 8000 કવીન્ટલનો ભાવ અપાયો છે.

એકબાજુ ખેડૂતો કપાસ નીકળતા ખુશ થયા છે. સાથે વેપારી પણ કપાસની આવક શરૂ થતા ખુશ થયા છે. એકદરે લાભ પાંચમના મુહૂર્ત બાદ નસવાડીના બજારમાં કપાસની આવક શરૂ થઈ છે. આગામી દિવસોમાં મબલખ કપાસની આવક રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

પરંતુ મોંઘુ બિયારણ ખાતર અને મંજૂરી ખર્ચ તેંમજ રાત દિવસ પાક પકવવા ખેડૂતો ઉજાગરા કરતા હોય છે. ત્યારે જ ખેડૂતોને પૂરતો કપાસનો ભાવ મળતો ન હોય નિરાશ થઈ રહ્યા છે. જ્યારે વેપારીઓ ઉપરના માર્કે મા જે ભાવ પડે તેજ રીતે થોડો ઘણો ખર્ચ નફો લઈ કપાસ લઈ રહ્યા છે. જેમ બજાર સુધરશે તેમ ભાવ ખેડૂતોને સારો આપવાની વાત વેપારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...