તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નસવાડીમાં Co2ના બોટલ O2 બોટલમાં કન્વર્ટ કરી ઓક્સિજનના બોટલ અપાશે

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારી મંડળના પ્રમુખ પાસે પડેલા Co2 ના બોટલ. - Divya Bhaskar
વેપારી મંડળના પ્રમુખ પાસે પડેલા Co2 ના બોટલ.
  • વેપારી મંડળના પ્રમુખ દ્વારા બોટલો આપવા બતાવાયેલી તૈયારી
  • હાલ ઓક્સિજનની સુવિધા ન હોઇ ગામના દર્દીઓ હેરાન છે

નસવાડીમાં કોવિડ કેર સેન્ટર 50 બેડની સુવિધા વાળું શરૂ કરાયું છે. પરંતુ હજુ આ સેન્ટર પર ઓક્સિજનની સુવિધા શરૂ થઈ નથી જેને લઈ ગામડાના દર્દીઓ જાય તો ક્યાં જાય કોઈને કઈ પડી ન હોય તેમ ગામડાના દર્દીને લઈ જેતે ગ્રામજનો દવાખાનામાં ભટકી રહ્યા છે. જ્યારે સરકારી તંત્ર કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા બાદ હવે ત્યાં દર્દીઓ આવે દાખલ થાય તેની રાહ જોઈ રહ્યું છે. ત્યારે નસવાડી ટાઉનના વેપારી મંડળના પ્રમુખ હાજી સલીમભાઈ આકબાણી તેમની પાસે 15 મોટા બોટલ Co2ના છે. જેના ઉપરના વાલ્વ બદલવાથી O2માં કન્વર્ટ થાય છે.

જેની મહેનત તેઓ કરવા લાગી ગયા છે. ખાસ તો નસવાડીના તંત્ર દ્વારા નસવાડી ગામમાં સર્વે કરી કોની પાસે કયા બોટલ છે તેનું સર્વે કરાયું હતું અને બધાએ બોટલ નસવાડીમાં આપવા માટે તૈયારી બતાવી છે. ત્યારે તંત્ર પણ રસ લેવો જોઈએ તે જરૂરી છે. કારણ કે તંત્ર ફક્ત વાતો કરે છે નેતા ઓ ફોટા પડાઈ જતા રહ્યા છે. પરંતુ પરિસ્થિતિમાં સુધારો નથી અને કોરોનાના દર્દીઓને હજુ પણ સારવાર લેવા ઓક્સિજન ખાટલા શોધવા પડી રહ્યા છે. ત્યારે ગમે તે રીતે ઓક્સિજનના બોટલની તૈયારીને લઈ નસવાડીના બધા જ વેપારીઓએ તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...