તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:નસવાડી APMCમાં આરોગ્યની ટીમે ખુલ્લામાં બેસી કોરોનાની રસી મુકી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળ ગામની મહિલાઓએ ખુલ્લામાં રસીને લઈ કચવાટ અનુભવ્યો
  • સુવિધા નહી હોવાથી આરોગ્યની ટીમે ઓઢણી પકડી મહિલાઓને રસી આપવા પોતાની તૈયારી બતાવી હતી પણ મહિલાઓ રસી મૂકાવ્યા વગર પરત જતી રહી

નસવાડી તાલુકામા આરોગ્ય વિભાગની ટીમ ગામે ગામ રસી આપવા જાય છે. પરંતુ પૂરતી સુવિધાઓ હોતી નથી. જે જોવાની જવાબદારી તાલુકાના આરોગ્ય અધિકારીની પણ છે. પરંતુ રવિવાર હોય શનિવારથી કઈ આરોગ્યની ટીમ કયા જશેનું આયોજન કરાયા બાદ ફક્ત ફોન પર નસવાડી તાલુકા હેલ્થ ઓફીસ પર નાના કર્મચારીઓ કામગીરી કરતા હોય છે અને રવિવારે નસવાડી તાલુકાના આરોગ્ય અધિકારી આવ્યા ન હતા. જ્યારે આરોગ્ય સ્ટાફ કેટલાય વખતથી રવિવારની રજા હોય છતાંય કામગીરી કરે છે. તેવામા નસવાડી માર્કેટમાં પહોંચેલ આરોગ્યની ટીમને વેક્સિનેશન કરવા માટે કોઈ સુવિધા ન હતી.

આખરે કલાકો બાદ એક હોટલમાંથી 3 ખુરશી આરોગ્ય કર્મચારીઓ લાવ્યા હતા. નસવાડીનું હાટ બજાર હોઇ કેટલાય રસી લેવા આવ્યા હતા. જેમાં પહેલા તો જમીન પર બેસાડીને રસી આરોગ્ય ટીમે આપવી પડી હતી. સાથે આદિવાસી મહિલાઓનો પહેરવેશ એવો હોય રસી કઈ રીતે મુકાવેની મુંઝવણ હતી. કારણ કે ખુલ્લામા મહિલાઓ રસી મુકાવતા કચવાટ અનુભવ કરતી હતી. નસવાડીના લક્ષમીબેનના જણાવ્યા મુજબ મને રસી મુકાવી શરમ આવી પણ આજુબાજુ બહેનો ઓઢનીનો પડદો કરવાની હતી. પણ હું કબજાની સેજ બાજુ રસી લીધી બીજી મહિલાઓ આ રીતે ખુલ્લામા કઈ રીતે રસી લે તેમ જણાવ્યુ હતું. જ્યારે આરોગ્યની ટીમનો સ્ટાફ બધો જ સુવિધાઓ ન હોય મુશ્કેલી પડતી હોય નીચે બધું મૂકી કામગીરી કરી હતી.

ત્યારે આરોગ્યના અધિકારી આ બાબતે ધ્યાન આપવું જોઈએ. પરતું નાના કર્મચારીઓ ગ્રાઉન્ડ પર સુવિધાને લઈ હેરાન થાય અને બોલે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય તો હવે કહેવા કોને જવાનું તે પ્રશ્ન ઉઠ્યો છે. જ્યારે મહિલાઓને ખુલ્લામા રસી લેવાનું આવે તો કઈ મા, બહેન, દીકરી રસી લેવા એકદમ તૈયાર થાય તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...