પોલીસે જાગૃતિ અભિયાન:નસવાડીમાં 1 કલાકમાં હેલ્મેટ વિના ફરતા 60 બાઈક સવારો ઝડપાયાં

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસે હેલ્મેટ જાગૃતિને લઈ બાઈક સવારો સામે કાર્યવાહી કરી હતી - Divya Bhaskar
નસવાડી પોલીસે હેલ્મેટ જાગૃતિને લઈ બાઈક સવારો સામે કાર્યવાહી કરી હતી
  • ‘હેલ્મેટ લાવો બાઈક લઈ જાવો’નો પોલીસનો નવતર અભિગમ

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા ખાસ જિલ્લાના 6 તાલુકામાં અકસ્માતથી કોઈ વ્યક્તિનું મોત ન થાય માટે ખાસ ટ્રાફીકના નિયમો સાથે સાવચેતીને લઈ અવાર નવાર સૂચનો કરાયા છે. જેમાં ખાસ હેલમેટ વગર બાઈક સવાર નીકળે અને અકસ્માતની ઘટના બને અને મોત થાય તે બાબતને ગંભીર ગણવામાં આવે છે. ત્યારે નસવાડી પીએસઆઈ સી ડી પટેલ સાથે પોલીસ સ્ટાફ હેલ્મેટ બાઈક સવારો સતત પહેરે જેને લઈ એક કલાકમાં 60થી વધુ બાઇકોને રોકી હતી અને જે હેલ્મેટ લાવે તે બાઈક લઈ જાય કરી એક જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે.

સાથે નસવાડી આવો તો હેલ્મેટ ફરજીયાત પહેરી આવો ના પોલીસ દ્વારા સૂચનો કર્યા છે. એકંદરે કેટલાય સમયથી હેલમેટને લઈ પોલીસ સમજ આપતી હતી. આખરે હવે પોલીસ કડક હાથે કામગીરી કરવાનું મન બનાવી રહી છે. કંડવા ગામ પાસે વૃક્ષમાં બાઈક સવાર ભટકાયા બાદ મોતને ભેટ્યો હોય તે પણ હેલમેટ વગર હોય મોતને ભેટ્યો છે, ત્યારે પોલીસ હેલ્મેટ જાગૃતિને લઈ કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...