નસવાડી ટાઉન હાલ કપાસનું મોટુ સેન્ટર બન્યું છે. નસવાડીના કવાંટ રોડથી લઈ દેવલીયા, ક્લેડીયા, તણખલા રોડ આમ ચારે બાજુ કપાસની આવક મોટી માત્રામાં થઈ છે. કપાસની આવક સામે નસવાડીના વેપારીઓ એ જ કપાસ મોટા વાહનોમાં ભરી સૌરાષ્ટ્ર તેમજ મહેસાણા, બોડેલી વેચવા વેપારીઓ મોકલતા હોય છે. નસવાડી ટાઉનમાં દરરોજના 20થી વધુ વાહનો કપાસના ભરાઈ રહ્યા છે. પરંતુ જે વાહનો કપાસના ભરે છે. તે નસવાડી તાલુકાના આદિવાસી યુવક યુવતીઓ ભરે છે.
એક વ્યક્તિને રૂા.300 મજૂરી આપવામાં આવે છે. એટલે એક વ્યક્તિ બેથી ત્રણ વાહનો કપાસના ભરીને દરરોજના રૂા. 600થી વધુ કમાય છે. નસવાડીના અલગ અલગ ગામડામાંથી એકસાથે 30 મજૂરની ટીમો આવે છે. અને એક વાહનમાં 100 ક્વિન્ટલથી લઈ 120 ક્વિન્ટલ કપાસ ભરે છે. એટલે 5થી 6 હજાર રૂપિયા એક વાહનમાં કપાસ ભરવાની મજૂરી થાય છે.
નસવાડીમાં ચાર માસ સુધી કપાસ ભરવાની સીઝન હોય છે. ગામડામાંથી આવતા યુવક યુવતીઓ રોજગારી મેળવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને જે તે વેપારીઓ રોકડ મજૂરીની રકમ આપી દેતા હોઇ મજૂરો પણ ખુશ થાય છે. એકદરે નસવાડી ટાઉનમાં 300 જેટલા યુવક-યુવતીઓ ફક્ત કપાસ ભરી રોજગાર મેળવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.