તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:નસવાડીમાં 12 યુવાનોને ખેસ, ટોપી પહેરાવી ‘આપ’માં પ્રવેશ અપાયો

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામા આમ આદમી પાર્ટી પક્ષે 12 યુવાનોને જોડી તેમને ખેસ, ટોપી પહેરાવ્યો હતો. - Divya Bhaskar
નસવાડી તાલુકામા આમ આદમી પાર્ટી પક્ષે 12 યુવાનોને જોડી તેમને ખેસ, ટોપી પહેરાવ્યો હતો.
  • ‘આપમાં સદસ્ય જોડો’ કાર્યક્રમ યોજાયો હતો
  • યુવાનો ગામડામાં પક્ષના વિઝનને લઈ લોકોને સમજ આપશે

નસવાડી તાલુકામા વર્ષોથી કોંગ્રેસ પક્ષ અને ત્યારબાદ ભાજપ પક્ષ અને હવે કારમી મોંઘવારી, મોંઘું શિક્ષણથી લઈ બધી જ રીતે આમ જનતા પરેશાન છે. અને આમ જનતાના પ્રશ્નો લઈ જે રીતે રાજ્યમા ત્રીજા પક્ષ તરીકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેઝરીવાલના આમ આદમી પાર્ટીનો પક્ષ હાલ રાજ્યમાં સ્ક્રીય થયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામા આમ આદમી પાર્ટીનો પક્ષ સ્ક્રીય થયા બાદ નસવાડીમા સદસ્ય જોડો કાર્યક્રમ કર્યો હતો. જેમા નસવાડીના કડવા, કોલંબા, જીતનગર, વઘાચ, સાથે અન્ય ગામના થઈને 12 યુવાનો પક્ષમા આમ આદમીનો ખેસ, ટોપી પહેરી છે.

અને યુવાનો હવે ગામડામાં આમ આદમી પાર્ટી પક્ષનો વીઝન લઈ ગામડાના લોકો ને સમજ આપશે. સારું શિક્ષણ, આરોગ્ય સુવિધા મુખ્ય મુદ્દો છે. છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ડી. એન. રાજપૂત સાથે ખેડૂત સેલના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને કાર્યકર સિવસિંહ ચૌહાણ કાપડિયા સાથે નસવાડીમા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમા હાલ તો 12 યુવાનો જોડાઈ પહેલી વખત નવા પક્ષને નસવાડી તાલુકાના ગામડામા લઈ જવાની શરુઆત કરાઈ છે. જે આવનાર દિવસોમા ભાજપ, કોંગ્રેસ બન્ને પક્ષ માટે ચિંતાનો વિષય બનશે.

અન્ય સમાચારો પણ છે...