પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના:નસવાડીમા 100 બહેનોને ગેસના સિલિન્ડર, સગડીનો લાભ અપાયો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ બોટલ સગડીનો લાભ મળ્યો
  • ભાજપના​​​​​​​ રાજકીય નેતાથી લઈ તાલુકાનું સરકારી તંત્ર હાજર રહ્યું

નસવાડીમા પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ ઉજવલ્લા યોજના હેઠળ 100 બહેનોને ગેસના બોટલ, સગડી સંખેડા ધારાસભ્યના હસ્તે અપાયો હતો. નસવાડી તાલુકો ટ્રાયબલ વિસ્તાર હોઇ આદિવાસી ગ્રામજનોને યોજના થકી લાભ મળે તેવી આશા હોઇ છે. જેને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ નસવાડી તાલુકાની 100 આદિવાસી બહેનોને મફત ઉજવલ્લા યોજના હેઠળ ગેસ બોટલ અને સગડી આપવામાં આવી છે. આ બહેનો ઘરમા લાકડાના ચૂલા ફૂંકતી હોઇ તેઓને લાભ મળ્યો હોય ખુશી છવાઈ છે.

સંખેડા ધારાસભ્ય વરસતા વરસાદમા પણ અનાજની દુકાનો પર પહોંચ્યા હતા. અને ગરીબોને મફત અનાજ મળે છે કે નહી પૂછપરછ કરી હતી. સાથે વૃક્ષા રોપનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી કાર્યક્રમમા બહેનોને ખાસ મફત અનાજ મળે છે કે નહી તે પૂછપરછ કરી હતી. એકંદરે પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ અનેક કાર્યક્રમો યોજાયાં હતા. જે કાર્યક્રમમા ભાજપના રાજકીય નેતાથી લઈ તાલુકાનું સરકારી તંત્ર હાજર રહ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...