વાસનું કટીગ કરાયું:નારધામાં વન મંડળીએ 16 હજાર નંગ વાંસથી 4 લાખની ઉપજ મેળવી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નારધા ગામે વન મંડળીએ જંગલ જમીનમા ઉછેર કરેલ વાંસ વન વિભાગની હાજરીમાં ભેગા કરાયા છે. અને તેું વિતરણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
નારધા ગામે વન મંડળીએ જંગલ જમીનમા ઉછેર કરેલ વાંસ વન વિભાગની હાજરીમાં ભેગા કરાયા છે. અને તેું વિતરણ કરવામાં આવ્યું હતું.
  • જંગલ જમીનમાં 50 હજાર વાંસનો ઉછેર કરી જાળવણી કરવામાં આવી હતી

મન હોય તો માળવે જવાય. એ કહેવત સિદ્ધ નારધા ગામની વન મંડળીએ સાબિત કરી બતાવી છે. નસવાડી તાલુકો મોટો જંગલ વિસ્તાર ધરાવતો તાલુકો છે. ડુંગર વિસ્તારના મોટા ભાગના ગામડા નજીક જંગલ વિસ્તાર આવેલા છે. અને જંગલ વિસ્તારના વૃક્ષની જાળવણી આમ તો વન વિભાગ પણ કરે છે. પરંતુ ગામડાની વન મંડળીઓ પણ કરે છે. જેમાં નારધા ગામની વન મંડળીએ જંગલ જમીનમા 50 હજાર વાંસનું વાવેતર હોય તેને જાળવણી કરી હતી. જેમાં હાલ 16000 વાસનું કટીગ કરાયું છે.

છોટાઉદેપુર નાયબ વન સરક્ષક વી. એમ. દેસાઈના માર્ગદર્શન અને સૂચના અનુસાર બોડેલી એસીએફ કંચનભાઈ બારીયા, નસવાડી આરએફઓ જયોતસનાબેન રાઠવા અને નારધાના સરપંચ કનુભાઈ તડવીની હાજરીમા નારધા ગામે 16 હજાર વાંસનું વિતરણ ગ્રામજનોને કરાયુ હતું.આ વાંસ ગામની વન મંડળીએ જાતે સાચવ્યા હોય તેઓને અંદાજીત 4 લાખની ઉપજ મેળવી છે.

આ વાંસથી હવે ગ્રામજનો ઘર તેમજ અનાજ મુકવા માટેના કોઠાર બનાવશે. હાલ તો નસવાડી વન વિભાગ આ ગામને મદદરૂપ બન્યું છે. જ્યારે અન્ય ગામના જંગલ જમીનની વન મંડળીઓ આ રીતે જંગલ જમીનના વૃક્ષની દેખરેખ રાખે તો ગામેં ગામ વન મંડળીઓ પ્રગતિશીલ અને પગભર બની જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...