ક્રાઈમ:નખલપુરામાં પત્નીના આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે ગુનો નોંધાયો

નસવાડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પ્રેમીકા સાથે ભાગી જતા પત્નીએ આપઘાત કર્યો હતો

નસવાડીના નખલપુરા ગામે પતિ-પત્નીના સબંધને શ્રમશાર કરતી ઘટના બની હતી. જેમાં પતિ તેની પ્રેમિકાને લઈ ભાગી ગયો હતો. જે પોલીસના હાથે ઝડપાયા બાદ પત્નીને ખબર પડતાં 20 દીવસનું બાળક રમતું મૂકી આપઘાત કર્યો હોતો. જે બાબતે નસવાડી પોલીસે અશ્વિન ભીલ સામે ફરીયાદ કરેલ છે. નસવાડી પોલીસે પતિ અક્ષય ભીલ અને તેની માતા કોકિલાબેન ભીલ સામે અવાર નવર શારરિક તથા માનસીક ત્રાસ આપતા હતા. જેને લઈ પત્નીએ તેના પતિ-સાસુંથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ગુન્હો દાખલ કર્યો છે. હાલ તો પતિ હવે પછતાઈ રહ્યો છે. જ્યારે 20 દિવસના બાળકને તેની જ દાદી હાલ હીંચકે સુવાડી રહી છે. આ ઘટનાએ નસવાડી તાલુકામાં ભારે ચકચાર  મચાવી છે. જ્યારે આમ જનતા બેવફા પતિના નામે ફિટકાર વર્ષાવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...