તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર ઘરવિહોણો:ખોખરા(લા) ગામે કાચા મકાનમાં આગ લાગતા ઘર બળીને ખાખ

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મકાનમા આગ લાગતા આખું ઘર સ્વાહા થયું. - Divya Bhaskar
મકાનમા આગ લાગતા આખું ઘર સ્વાહા થયું.
  • ઘર વખરી, ઘરેણાં સાથે રોકડ રકમ બળી, પરિવાર ઘરવિહોણો

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ખોખરા (લા) ગામે રહેતા ગામીયા ગીમજી ડું ભીલ રાતના ભોજન કરી અને સુઈ ગયા હતા. ત્યારે કાચા ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેતા પતિ-પત્ની સાથે તેના પુત્ર, વહુ ઘર ભડભડ સળગતા બહાર નીકળી ગયા હતા. ડુંગર વિસ્તાર હોય ખાસ પાણીની પૂરતી સુવિધા ન હોય આગ લાગેલ પરિવાર કરે તો શું કરે. ગામના લોકોએ મોડી રાત્રે આગ ઠારવા પ્રયાસો કર્યા પણ ટાચા સાધનો હોય આખરે ઘર આખું બળી ગયું હતું.

ગામના સરપંચ પણ લાચાર બન્યા હતા. ખાસ તો નસવાડી તાલુકાના 212 ગામ હોય આખા તાલુકાના દરેક ગામમાં ખબર છે કે ફાયર ફાઈટર નથી એટલે કરે તો શું કરે. આગમાં ઘર વખરીના સામાન સાથે અનાજ અને રોકડ રકમ સાથે ઘરેણાં બધું મળી અંદાજીત દોઢ લાખનું નુકસાનનો અંદાજ મરાયો છે.

અંતરિયાળ વિસ્તારનું ગામ હોય પૂરતી સુવિધા ન હોય હાલ તો પરિવાર ચોમાસામાં છત વગરનો થઈ ગયો છે. સરકારી તંત્ર આ બાબતે ધ્યાન આપે અને પરિવારને તત્કાલ સહાય આપે. અવાર નવાર ફાયર ફાઈટરની રજૂઆત થાય કરોડો રૂપિયાના આયોજનો થાય છે પરતું પાગડી નેતાગીરીને લઈ આદિવાસીઓના મકાન નજરો સામે બળી જતા હોય છે. આ બાબતે કોણ ક્યારે ધ્યાન આપશેનું કહી આદિવાસી સમાજ મા ભારે રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...