ખેડૂતોને છેતર્યા:કંકુવાસણમાં ખાનગી કંપનીના ઓર્ગેનિક ખાતરમાં કાળા કાકરા નીકળતા રોષ

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંકુવાસણ ગામે ખાનગી કંપનીના વેચેલા ઓર્ગેનિક ખાતરમાં કાળા કાકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોએ કંપનીના બે કર્મચારીઓને પકડી પોલીસને સોપ્યા હતા. - Divya Bhaskar
કંકુવાસણ ગામે ખાનગી કંપનીના વેચેલા ઓર્ગેનિક ખાતરમાં કાળા કાકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોએ કંપનીના બે કર્મચારીઓને પકડી પોલીસને સોપ્યા હતા.
  • ઓર્ગેનિક ખાતર વેચવા આવેલા બે કર્મચારીઓને ખેડૂતોએ પોલીસને સોંપ્યા
  • અગાઉ પણ ખેડૂત કાર્ડ અને ઓર્ગેનિક​​​​​​​ દવામાં તાલુકાના ખેડૂતો છેતરાયા હતા

છોટાઉદેપુરના નસવાડીના કંકુવાસણ ગામે ખાનગી કંપનીના ઓર્ગેનિક ખાતર વેચવા આવેલા કર્મચારીને ખેડૂતોએ પકડી પાડી પોલીસને સોંપ્યા છે. થોડા દિવસ પહેલા આજ કર્મચારીઓએ વેચેલા ખાતરમાં કાકરા નીકળ્યા હોઇ ખેડૂતોને છેતર્યા હોઇ ખેડૂતોમાં રોષ ઉઠ્યો હતો. વરસાદ બાદ માંડ ખેતીમા બેઠો થતો ખેડૂત હાલ મોંઘા દાટ ખાતર લેવા ખચકાય છે. ત્યારે કેટલીક ખાનગી કંપનીના કર્મચારીઓ ગામડે ફરીને ખેડૂતોને ઓર્ગેનિક અલગ અલગ ખાતર લેવા સમજ આપે છે. પછી તે ખાતર ખેડૂત નોંધ કરાવે તો તે મંગાવી આપે છે.

રૂા. 650થી રૂા. 850ની 40 કિલોની બેગ કેટલાય ખેડૂતોએ લીધેલ હતી. ખેડૂત જ્યારે ખાતરની થેલીમા આટલું વજન કેમ અને કરી ખેડૂત બજારમાંથી અન્ય થેલી લાવે તો વજન હોતો નથી. જેને લઈ શક જતા થેલીમાં કાળા કલરના ખાતરમા પથ્થર, ગ્રીટ, કાકરા નીકળતા ખેડૂતો ખેડૂતો છેતર્યા હોય તેમ લાગતા ખેડૂતો નસવાડી પોલીસને જાણ કરી હતી. ખાતરની નોંધ કરવા આવેલ કર્મચારીઓને પકડીને પોલીસને સોંપ્યા છે. તેમની સામે તેમજ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખેડૂતો માગ કરી છે.

કોઈ પણ લાઇસન્સ વગર પરપ્રાતિય કર્મીઓ ખેતીના સમયે બજારમાં મળતું મોંઘું ખાતર લેતા ખેડૂતો અચકાતા હોય છે. તેઓ આ રીતે ગામડે ફરી ખેડૂતોને ખાતર અને દવા પણ આપેલ હતી. પરંતુ ખાતરમા કાકરા નીકળતા સમગ્ર વાત બહાર આવી છે. છોટાઉદેપુર ક્વોલિટી વિભાગના અધિકારી વિપુલભાઈને ખેડૂતોએ આ બાબતે કોલ કર્યા હતા. પણ અધિકારી ફોન રિસીવ ન કરતા ખેડૂતોમાં રોષ ઉઠ્યો હતો. ક્યાંકને ક્યાંક હલકી કક્ષાનો અને ગુણવત્તા વગરનો ખાનગી કંપનીમા બનેલ ઓર્ગેનિક ખાતર ઓછા ભાવે આપી છેતરવાનો પ્રયાસ કરાયો હોઇ હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

અમે ગામડામાં ફરી ખાતર દવાની નોંધ કરીએ પછી મગાવી આપીએ છે
ખાતરમાં કાંકરા નીકળ્યા તે ખાતર વ્યારાની એસ. આઈ. એફ. કંપનીમાં બને છે. અમે કંપનીમાં જાણ કરી છે. હાલ તો અમારી પાસે કોઈ લાયસન્સ નથી. હું રૂા. 16000ના પગાર પર કામ કરું છું. આ ખાતર અને અન્ય બ્રાન્ડ વેચીએ છે. યુરિયા 15 કીલો આ ખાતરમાં નાખવાનું હોય છે. અમે કંપનીનો માલ વેચીએ છે. બીજો કશું છે નહીં. - સ્તેન્દ્ર ચૌહાણ, ખાતર દવા નોંધી વેચનારા કર્મચારી, નસવાડી

બે લોકોને અમને સોંપ્યા છે, નિયમ મુજબ કાર્યવાહી કરીશું
ખાતર લીધું હોય તેમાં કાકરા નીકળ્યા હોય અમે આવ્યા છે. હવે સેમ્પલ જેતે વિભાગને મોકલી આ બાબતે કાર્યવાહી કરીશું. હાલ તો બે લોકોને પોલીસ સ્ટેશન લાવ્યા છે. જે ખેડૂત અમને કંકુવાસણ ગામથી તેમને બેસાડી રાખ્યા હોય અમને સોંપયા છે. - જોરાવરભાઈ રાઠવા, પોલીસ કર્મચારી, નસવાડી

અન્ય સમાચારો પણ છે...