તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જીતપુરા ગામે ખેતરમાં નમી ગયેલા વીજ વાયર ઊંચા ન કરતાં ખેડૂતોને પડતી મુશ્કેલી

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ ખેતીના સમયે લાકડાથી વાયર ઊંચો કરી ખેડૂત ટ્રેક્ટર ચલાવે છે
  • ખેડૂતોએ આપેલી અરજીના બે વર્ષ થયાં છતાં હજુ વીજ વાયરો ઊંચા કરાયા નથી

નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોના વીજ પ્રશ્નોથી લઈ ઘરમાં આવતા વીજ પાવરના પ્રશ્નો હલ કરવાની જવાબદારી છે. પરંતુ નસવાડી મધ્ય ગુજરાત વીજ કપનીમાં ખેડૂતો કોઈ પણ પ્રશ્નની અરજી આપે તો તેના તરફ ધ્યાન અપાતું નથી. આ વિસ્તારના લોકો ટેબલ પર અરજી આપી જતા રહ્યા બાદ ફક્ત આશા રાખતા હોય છે આજે તો મધ્ય ગુજરાત વીજ કંપની કામ કરશે. પણ કામ થતું નથી. તેવી જ એક અરજી જીતપુરાના ખેડૂતોએ બે-ચાર વખત નસવાડી જીઇબીમાં આપી હતી. પરતું તે અરજીના બે વર્ષ થયાં છતાંય હજુ વીજ વાયરો ઉંચા કરાયા નથી.

જેમાં જીતપુરાના ખેડૂતો હાલ ખેતીના સમયે વાયર લાકડાથી ઉંચા કરી ખેતીના ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યા છે. જેમાં મનારામાં ભીલ, સુરેન્દ્રનસિંહ છત્રસિંહ સોલંકી, સુમન રમણ ભીલ તેમજ અન્ય ખેડૂતોના ખેતર આગળ વીજ વાયર નમેલા છે. જેમાં કાંતિભાઈ ભીલના જણાવ્યા મુજબ સુરેન્દ્રસિંહના ખેતર આગળ તો આંબો સળગ્યો છે. વીજપોલનો એક એંગલ પોલ પર લટકે છે રાતે તો વૃક્ષો સળગે છે. કોઈ ઘટના બને તો કોણ જવાબદાર. વર્ષ પહેલા એકને કરંટ લાગતા મોતને ભેટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...