સમસ્યા:ચોરામલમાં વીજ લાઈનમાં અડતા વૃક્ષ ખેડૂતોએ જાતે કાપ્યા

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરામલમાં વીજ લાઈન પર અડતા વૃક્ષનું કટીગ કરતા ખેડૂતો - Divya Bhaskar
ચોરામલમાં વીજ લાઈન પર અડતા વૃક્ષનું કટીગ કરતા ખેડૂતો
  • ખેતરમાં નમી ગયેલ વીજ લાઈનો બાબતે ધ્યાન અપાતું ના હોવાથી ખેતીના સમયે મુશ્કેલી

નસવાડી તાલુકાના ચોરામલ ગામમાંથી પસાર થતી વીજ લાઈનના પોલ પાસે મોટા મોટા વૃક્ષ ઊંગી જતા ગ્રામજનોએ અનેકવાર એમ.જી.વી.સી.એલને જાણ કરી હતી છતાંય એમ.જી.વી.સી. એલએ કોઈ કામ પ્રિ-મોન્સૂનને લઈ કર્યું નહીં જેને લઈને ખેડૂતો જાતે પોતાના ખેતરમાં ઉગેલા ઝાડ જીવના જોખમે કાપ્યા હતા. વરસાદ હવે ચાલુ થયો હોય ત્યારે નસવાડી તાલુકાના ચોરામલ ગામમાંથી વઘાચ, ભાખા ફિટર ની વીજલાઇન પસાર થાય છે. ચોરામલ ગામના ખેતરોમાં વીજ લાઈન નીચે વૃક્ષ ઉગી ગયા છે. 

કેટલાય ખેડૂતના જીવ પણ વીજલાઈનમાંથી વૃક્ષમાં ઉતરતા કરંટ લાગવાને કારણે ગયા
જેને લઇને એ વૃક્ષ અને વીજની લાઈન નજીક હોવાથી ખેડૂતોમાં ભયનો માહોલ જેને લઇને ખેડૂતોએ અનેકવાર એમ.જી.વી.સી.એલને જાણ કરવા છતાં કોઈ ધ્યાન અપાયું ના હોય નિયમ મુજબ વૃક્ષ મોટા હોય તો ધ્યાન આપવું જોઈએ પરતું ધ્યાન ન આપવા ને લઈ નસવાડી તાલુકામાં કેટલાય ખેડૂતના જીવ પણ વીજલાઈનમાંથી વૃક્ષમાં ઉતરતા કરંટ લાગવાને કારણે ગયા છે. ખેડૂત હિતેન્દ્ર ભાઈના જણાવ્યા મુજબ ખેતીનું કામ હોય ખેડૂતો ખેતરમાં લટકતા વીજ વાયરો નમી ગયેલા વીજ પોલથી હેરાન છે છતાંય કોઈ ધ્યાન આપતું નથી. નસવાડી એમ.જી.વી.સી.એલની બેદરકારીને કારણે ચોરામલ ગામના ખેડૂતો હેરાન પરેશાન છે. 

ખેતરમાં વીજ કરંટ ઉતરે અને કોઈ મોટો બનાવ બનશે તેનો જવાબદાર કોણ રહેશે? 
ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે જેને લઇને ખેડૂતો પોતાના ખેતરના કામમાં જોતરાયા છે. જો ખેતરમાં વીજ કરંટ ઉતરે અને કોઈ મોટો બનાવ બનશે તેનો જવાબદાર કોણ રહેશે? કેટલાય ખેતરોમાં એચટીની વીજ લાઈનો નમી ગયેલ હોય ખેડૂતોના ટ્રેક્ટર પણ ખેતરમાં ફરતા નથી અને વાયરો લાકડાના ટેકે ઉંચા કરવાનો વારો આવ્યો છે. નસવાડીની વીજ કચેરીમાં વીજ ગ્રાહકો પ્રશ્ન લઈ આવે તો ધક્કા ખાઈને પછી આવતા જ નથી. આ બાબતે વડી કચેરીના અધિકારીઓ ધ્યાન આપે તેવી ગ્રાહકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...