ગ્રામજનો રોષે ભરાયા:છઠ્ઠીઆમલી ગામમાં શાળાના પ્રશ્ને ગ્રામજનોએ અંતે મતદાન બહિષ્કાર કર્યો

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર, ટીડીઓ અને ટીઆરપીએ ગ્રામજનોને સમજાવ્યા
  • 5 વર્ષથી બાળકો ખાનગી મકાનમાં અભ્યાસ કરે છે : મતદાન મથક માટે રિપેર કરાતાં ગ્રામજનોમાં રોષ

નસવાડી તાલુકાના છઠ્ઠીઆમલી ગામે જર્જરિત પ્રાથમિક શાળાનો પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષથી હલ થતો નથી. જેની રજૂઆત પણ અવાર નવાર કરાઈ હોવા છતાંય ધ્યાન ન આપતાં હાલ ખાનગી મકાનમા બાળકોને બેસાડી શિક્ષકો અભ્યાસ કરાવે છે. ત્યારે ચૂંટણી આવતા જર્જરિત શાળા મતદાન મથક હોઇ તેને રિપેરીગને લગતી કામગીરી કરાતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અને ‘શાળા નહી તો વોટ નહીં’ કરી ચૂંટણી મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

જેને લઈ નસવાડી મામલતદાર, ટીડીઓ, સાથે બી આર સી, તલાટી કમ મંત્રી અને શાળાના બાધકામને લગતી કાર્યવાહી કામગીરી કરાવનાર ટીઆરપી છઠ્ઠીઆમલી ગામે પોહચ્યાં હતા. અને ગ્રામજનો સાથે બેઠક કરી હતી. જેમા શાળા જર્જરિતનો પ્રશ્ન હલ કરવા બાબતે તાલુકા તંત્રએ ગ્રામજનોને ખાતરી આપી છે. તેમજ શાળાની ફાઈલ ક્યાં સ્ટેજ પર છે તે બાબતે પણ ગ્રામજનોને તંત્રે વાત કરી છે.

એકંદરે છઠ્ઠીઆમલીના 600થી વધુ મતદારો ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાથી નસવાડી મામલતદાર, ટીડીઓએ બેઠક કરી તેઓને સમજાવ્યા હતા. અને ચૂંટણી મતદાન કરવા બાબતે સમજ આપી છે. અને જર્જરિત શાળાને લગતી ગ્રાન્ટ આવે કામગીરી કરવામાં આવશે તેવું તંત્રે ગ્રામજનોને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...