તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બરોલી ગામે ‘નલ સે જલ યોજના’ની કામગીરી ગુણવત્તા મુજબ ન થતાં ગ્રામજનોમાં રોષ ઉઠ્યો

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માત્ર રેતીનો વધુ ઉપયોગ કરી કામગીરી ગુણવત્તા મુજબ કરાઈ નથી. - Divya Bhaskar
માત્ર રેતીનો વધુ ઉપયોગ કરી કામગીરી ગુણવત્તા મુજબ કરાઈ નથી.
  • ખાનગી જમીનમાં નળ હશે તો દૂર કરાવી કામગીરી કરાવીશું: યુનિટ મેનેજર વાસમો

નસવાડીના બરોલી ગામે ‘નલ સે જલ યોજના’નું કામ 13 લાખથી વધુનું ચાલી રહ્યું છે. જેમાં ઘર આંગણે આદિવાસી વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે માટેની યોજના છે. જે યોજના થકી ગામમાં 230 ઘર આંગણે કનેક્શન બનવાના છે. જેમાં રેતી, કપચી સિમેન્ટથી આરસીસી વર્ક કરી કામગીરી કરવાની છે. જે કામગીરીમાં ઘર આંગણે મુકાતા નળમાં પહેલા નીચે પીસીસી 3 ઈંચનું પછી 3 ઈંચનું આરસીસી, પછી 2 ઈંચનું ઉપર ચોકડીનો થાળ ભરવાનો છે.

આ તમામ કામગીરીમાં કુલ માપ 8 ઈંચનો છે. જે કામગીરીની દેખરેખ રાખનાર વાસમોના અધિકારી જણાવી રહ્યા છે. જ્યારે બરોલી ગામે બનેલ ઘર આંગણે જે ચોકડીઓ બનાવી છે તેની સ્થળ પર કામગીરી ફક્ત 4 ઈંચ દેખાઈ રહ્યાનું ગ્રામજનોએ બતાવ્યું છે સાથે જે કામગીરી કરાઈ છે એ પણ જે રીતે કપચી વાપરવી જોઈએ તે વાપરી નથી. ફક્ત રેતીનો વધુ ઉપયોગ કરી કામગીરી ગુણવત્તા મુજબ કરાઈ નથી જેને લઈ ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે. ઘર આંગણે નળ મુકવાની જગ્યાએ ઘરથી દૂર અને માલિકીની જગ્યામાં પણ મુકવામાં આવ્યા છે. 2 લાઈનો હોય પાણી મળતું નથી.

કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી વ્યવસ્થિત કામ કરાશે
નલ સે જલ યોજનાના નળ ઘર આંગણે મુકાય ઘરથી દૂર ન લઈ જવાય અને કામગીરી માપ મુજબ નહિ હોય તો કામગીરી ફરી વ્યવસ્થિત કરાવીશું. સ્થળ મુલાકાત કરી તપાસ કરીશું.>અજય ચૌધરી, યુનિટ મેનેજર વાસમો છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...