છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આમરોલી ગામે ધોરણ 9,10ની માધ્યમિક શાળા છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક શાળાના બે ઓરડામાં કાર્યરત છે. જે ઓરડા પણ એટલા જર્જરિત બન્યા છે કે આદિવાસી બાળકો અભ્યાસ માટે કયા બેસે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સરકાર દ્વારા 1.5 કરોડના ખર્ચે નવીન શાળાના ઓરડા સાથે મસ્ત સ્કૂલ બનાવેલ છે. જે શાળાનું ઉદ્ઘાટન 1 ઓગસ્ટ જ્ઞાન શક્તિ દિવસના રોજ કરાયું હતું. નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ સાથે ભાજપના નેતાઓ આ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકારલક્ષી કાર્યક્રમ અને શાળાના ઉદ્ઘાટનને 11 દિવસ થયા છતાંય નવીન શાળા ખોલવામાં આવી નથી અને ધોરણ 9,10ના આદિવાસી વિદ્યાર્થીઓને ખુલ્લા આકાશ અને ઓટલા પર બેસાડી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. વરસાદ આવે તો 20 ફૂટના ઓટલા પર વિદ્યાર્થીઓ ગીચો ગીચ બેસી અભ્યાસ કરે છે.
કોરોનાના લક્ષણ દેખાતા ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવ્યો અને બીજા દિવસે ત્રણેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લેબોરેટરી તરફથી આરોગ્ય વિભાગને પણ જાણ કરાઈ ન હતી. જેથી વિસ્તાર અને નગરમાં તેની ચર્ચા ઉઠતા લોકોએ આરોગ્ય તંત્ર સાથે બોડેલી પોલીસ મથકે જઈને સાવચેતીના પગલાં ભરવાની વાત કરી હતી. હવે ત્રણેય કોરોનાગ્રસ્ત દર્દીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ કરી તેઓનો પણ કોરોના ટેસ્ટ કરાવી કોરોના ફેલતો અટકાવવાના પગલાં ભરે તેવી લોકોએ માગ કરી છે.
વિદ્યાર્થીઓ જૂની શાળાના ઓટલે બેસે છે
1.5 કરોડની નવી શાળા બની છે. ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા નથી. તેનો શુ મતલબ ઉદ્ઘાટન કર્યું ત્યારે બધી બાબતો ધ્યાન પર કેમ ન લેવાય વિદ્યાર્થીઓ જૂની શાળાના ઓટલે બેસી અભ્યાસ કરે છે. આચાર્ય કહે છે. પજેશન મળ્યું નથી એમાં વિદ્યાર્થીઓનો શું વાંક.>મિહિર જયસવાલ, ગ્રામજન
અમે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી છે
આટલા દિવસો આ રીતે અભ્યાસ કર્યો છે. તો 8 દિવસ વધારે શાળા નવી બન્યાનું ઉદ્ઘાટન થયું છે. પજેશન અમને આપ્યું નથી. આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી છે.>વિરલભાઈ પુરોહીત, આચાર્ય, માધ્યમિક શાળા આમરોલી.
વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં આવતા નથી, આ અંગે અમે તપાસ કરી કાર્યવાહી કરીશું
એક ઓગસ્ટ ના રોજ શાળાનું ઉદ્ઘાટન કર્યા બાદ ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડવા જોઈએ પરતું બેસાડવામાં આવ્યા તે જાણ્યું છે. અમે તત્કાલ આચાર્ય પાસે ખુલાસો માગી તપાસ કરી કાર્યવાહી કરીશું.>ઈમરાનભાઈ સોની, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, છોટાઉદેપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.