તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વેક્સિન નહિ લો તો જાહેરનામા મુજબ કડક કાર્યવાહીનો આદેશ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીમાં મામલતદારે વેપારીઓ સાથે વેક્સિન લેવા અંગે બેઠક યોજી
  • નસવાડી ટાઉનની મસ્જિદ પાસે વેક્સિનેશનની કામગીરી કરાશે

નસવાડી ટાઉન મોટો વિસ્તાર છે, ત્યારે બોડેલી ડે. કલેકટર દ્વરા 17 જૂન ગૃરુવારના રોજ નસવાડીના વેપારીઓ સાથે બેઠક કરી વેક્સિન લેવા સૂચનો કર્યા હતા. ત્યારબાદ કેટલાય વેપારીઓ વેક્સિન લીધી છે પરંતુ કેટલાય વેપારીઓને જાણે કઈ પડી નથી. તંત્ર તો કહ્યા કરે કરી હજુ વેક્સિન લેવામાં ગ્રામજનો, વેપારીઓ ઉદાસીનતા દાખવે છે.

ત્યારે જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ હવે કડક કાર્યવાહી કરવા તંત્ર પણ કામગીરી કરશેનું જણાવ્યું છે, જેને લઈ નસવાડીના તણખલા, આમરોલી, ગઢબોરીયાદના સેન્ટરોના વેપારીઓ સાથે મામલતદાર દ્વારા બેઠક કરી વેક્સિન લેવા સૂચનો કર્યા છે, જ્યારે નસવાડી ગામના સારા નાગરિકો જેમને વેક્સિન લીધી છે, તેઓ પણ ત્રીજી લહેર આવશે તો શું થશે, પરતું તંત્ર કડક હાથે કામગીરી ક્યારે કરશે જેમને ફક્ત કમાવામાં રસ છે, તેઓ બીજાના સ્વાસ્થ્યને શુ કરવા જોખમમાં મૂકે, જે વેકસીન નથી લેતા તેની સામે કડક પગલા ભરવા હવે માંગ ઉઠી છે.

જ્યારે નસવાડી મામલતદાર ટીએચઓ, ટીડીઓ દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીના આયોજનને લઈ નસવાડી ટાઉનની ચાર મસ્જિદ આગળ વેકસિનેશનની ટીમ બેસાડી વેકસીન આપવાની કામગીરી શુક્રવારે કરવામાં આવશેનું તંત્રે આયોજન કર્યું છે અને દુકાનો પર કોરોના વેકસિનેશનનું સર્ટી બતાવવું પડશેનું તંત્રે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...