તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી નજીક આવેલા કલેડીયા ગામે અઢી વર્ષની બાળકી વિશ્વા ભીલ ચણતર દિવાલની પારી પરથી પડી જતા તેને માથામા ગંભીર ઈજા પહોંચી હતી. તેને નસવાડી ખાનગી દવાખાનામા લાવ્યા બાદ પ્રાથમિક સારવાર બાદ તેને સર્જન પાસે લઈ જવાની ડોક્ટરે સલાહ આપી હતી. બાળકીની હેડ ઇંજરીને લઈ સીટી સ્કેન કરાવવાની સલાહ આપતા સિટી સ્કેનમા હેડ ઇંજરીમા માથાના ઉપરની જરા બાજુમા ખોપડીનું હાડકું થોડું ક્રેક થયાનું જાણવા મળ્યું હતું. હવે આ બાળકી જેમ મોટી થશે તેમ તેનું હાડકું પણ વધશે અને તે હાડકાની સીધી અસર મગજ પર થવાની શક્યતા જણાતા ડોકટરે ન્યૂરોસર્જન પાસે ઓપરેશન કરવા બાબતે માતા પિતાને જરૂરી સમજ આપી હતી.
જ્યારે આદિવાસી પરિવાર પાસે બાળકીના સારવાર માટે મોટી રકમ ન હતી. આખરે નસવાડીના એક જાગૃત નાગરીક દ્વારા તત્કાલ આ બાબતે સંખેડા તાલુકા હેલ્થ અધિકારી ડોકટર સાથે ચર્ચા કરી હતી અને તેમનું માર્ગદર્શન લીધું હતું. બાળકીના પિતા મુકેશ ભીલ પાસે અને માતા પાસે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ છે. પરંતુ તેમાં બાળકીનું નામ ન હતું. જેના પ્રોસેશમા જરૂરી આધારકાર્ડ બાળકીનું હોવું જોઈએ તો જે કાર્ડ છે તેના આધારે બાળકીનું ઓપરેશન હોસ્પિટલમાં શક્ય થઈ શકશે.
જેને લઈ બાળકીના માતા પિતાને નસવાડી બોલાવી અને આધારકાર્ડ કાઢવા માટે નવું રજિસ્ટ્રેશન બાળકીના નામનું કરાવ્યું છે. જેમાં નસવાડી આઈસીડીએસની સતત કાર્યરત રહેતી કીટના કર્મચારીઓ મદદરૂપ બન્યા છે. હવે આધારકાર્ડના રજિસ્ટ્રેશન તેમજ માતા પિતાના કાર્ડ સાથે નસવાડીના ડોકટર ઇમતિયાઝ મેમણ હોસ્પિટલમાં વાત ચાલુ કરી છે. ત્યારે પ્રધાનમંત્રીના આયુષ્યમાન ભારતના કાર્ડથી અને આ કામગીરીથી બાળકીનું ઓપરેશન થાય તો તે બાળકી માટે સરકારના સૂત્ર બેટી બચાવો સાચો સાબીત થાય તેમ છે. જેથી હવે તંત્ર પણ મદદરૂપ બને તે જરૂરી બન્યું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.