નસવાડી ટાઉનમા દરેક સમાજ રહે છે. જેમાં ભરવાડ સમાજના મોટી માત્રમા પરિવારો નસવાડીમા રહે છે. હોળીના દિવસે હોળી પ્રગટવાયા બાદ ભરવાડ સમાજ મોટી માત્રમા પૂજા માટે આવે છે. પરંતુ ભરવાડ સમાજ તેમની વર્ષો જૂની પરંપરા આજેપણ જાળવી રાખી છે. નસવાડી ભરવાડ સમાજના અગ્રણી હરીશભાઈ ભરવાડના જણાવ્યા મુજબ હોળીના તહેવાર ખુબ ઉત્સાહ સાથે ઉજવીએ છે. અમારી પરંપરા મુજબ નવા લગ્ન થયેલ દંપતી હોળીના સ્થળ પર આવી પૂજા કરે છે. અને નવુ બાળક જન્મ્યું હોય તે ઘરે અવશ્ય તેના મામા ભાણીયાને રમાડવા આવે છે અને તેના કપડાં તેમજ અન્ય ચીજ વસ્તુ લાવે છે.
હોળીના સ્થળે મામાં ભત્રીજાને ઉંચકીને હોળીના ફેરા ફરે છે. સાથે પતાશા અમે વહેચી એકબીજાનુ મોઢુ મીઠુ કરાવીએ છે. વર્ષો જૂની પરંપરા આજેપણ ભરવાડ સમાજના વડીલો જાળવી રાખી છે. અને આજની યુવા પેઢી આ પરંપરા જોઈ જાણીને નિભાવે તે હેતુ છે. મોટી માત્રમા નસવાડી ચાર રસ્તા વિસ્તારમા હોળી સ્થળ પર ભરવાડ સમાજના પરીવાર ભેગા થઈ તેમના રીત રિવાજો પુરા કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.