તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ થતાં ખુશી:કુકરદા, બુધા ઝૂલધાની, પીસાયતામાં ભારે વરસાદ

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ગામોમાં બુધવારના ભારે વરસાદ પડતા ચેકડેમમાં આવેલું પાણી. - Divya Bhaskar
નસવાડી તાલુકાના ગામોમાં બુધવારના ભારે વરસાદ પડતા ચેકડેમમાં આવેલું પાણી.
  • ધોધમાર વરસાદથી ચેકડેમોમાંથી ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા
  • ડુંગર વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોતા હોઇ વરસાદ થતાં ખુશી છવાઈ

નસવાડી તાલુકામાં ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે કેટલાય દીવસથી ગરમીનો અસહ્ય ઉકળાટ થાય છે. પરંતુ વરસાદ પડતો નથી. ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારના માથા ઝૂલધાની, બુધા ઝૂલધાની, સાકળ, કુકરદા, પીસાયતા જેવા ગામડામાં બુધવારના સાંજના ભારે વરસાદ પડ્યો હતો. જેને લઈ મોટી કોતરોમાં પાણી આવ્યું હતું.

વરસાદનું ભારે પાણી આવતા ખાસ તો કુકરદાના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે કુકરદા ગામના મોટા ભાગના ફળીયા કોતરોમાં પાણી આવતા કલાકો સુધી ગ્રામજનો સામે કીનારે રહ્યા હતા. ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ખેડૂતો બિયારણનું વાવેતર કર્યા બાદ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. એકંદરે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...