તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બિસ્માર રસ્તે પગપાળા જઇ આરોગ્ય કર્મીઓએ 36 લોકોનું રસીકરણ કર્યું

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય સ્ટાફને કાચા રસ્તે પગપાળા ચાલીને જવું પડ્યું હતું. - Divya Bhaskar
આરોગ્ય સ્ટાફને કાચા રસ્તે પગપાળા ચાલીને જવું પડ્યું હતું.

કોરોના વેક્સિન શુ છે? કેમ કોરોના વેક્સિન અપાય છે? અને કોરોના શુ છે? તેની કુંડાના ગ્રામજનોને ખબર નથી? કારણ કે આઝાદીના વર્ષો બાદ પણ પાકા રસ્તા વિસ્તારમા બન્યા નથી .જ્યારે હરખોડથી કુંડા જવાના રસ્તે વચ્ચે આવતા કોતર પર પેહલા વરસાદમા માટી પુરાણ ધોવાયું હતું. જેને લઈ 45 દિવસ કુંડા ગામ સંપર્ક વિહોળું બન્યું હતું. ત્યારબાદ નસવાડી આર એન્ડ બીએ આ રસ્તા પર જે જગ્યાએ પાઈપની ઉપરની માટી ધોવાઈ હતી. તેની બાજુમા રસ્તો બનાવ્યો છે. જે પણ એકદમ સીધો ઢાળ હોય મુશ્કેલી પડે છે. જીપને પણ ધક્કા મારવા પડે છે. હજુ પણ તેજ પરિસ્થિતિ છે. એક પાઈપ નાળું વ્યવસ્થિત બની જાય તો પણ કુંડા ગામે જવાનો જે રસ્તો છે. તેનો ઢાળ કપાઈ જાય. પરતું રોડ વિભાગ ફક્ત દરખાસ્ત કરી બેસી રહ્યું છે.

હવે રસ્તા મજૂર ક્યારે થશે તે વાતની વાત છે. કુંડા ગામે આરોગ્ય સ્ટાફ વેક્સિનની કામગીરીમા ગયું હતું. જ્યા કાચા રસ્તેથી પગપાળા સ્ટાફ જવું પડ્યું હતું. જે જગ્યાએ પાઈપનું પુરાણ ધોવાયું છે. તે જગ્યાએ વ્યવસ્થિત કામગીરી કરાય તો જીપ અને બાઇકો સરળતાથી જાય તેમ છે. વેક્સિનની કામગીરી કરવા પહોંચેલા આરોગ્ય સ્ટાફ સાથે શિક્ષક, આશા વર્કર ભારે મુશ્કેલીઓ ભોગવી હતી. અને 36નું વેક્સિનેશન કર્યું હતું. તંત્ર પહેલા વ્યવસ્થિત રસ્તાની કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...