છોટાઉદેપુરના નસવાડીના 212 ગામના સીએચસીમાં આરોગ્યલક્ષી સેવા કથળી છે. જેમાં દર્દીઓ જાતે બજારમાંથી દવા લાવી સારવાર કરાવવા મજબૂર બન્યા છે. દવાખાનામાં સામાન્ય આઈવી સેટ, હેન્ડ ગ્લોઝ પણ ન હોઇ મુશ્કેલી છે.
નસવાડી તાલુકાના 212 ગામના સીએચસીમાં આદિવાસી ગરીબ દર્દીઓ આવે છે. તેઓને સારવાર મળે છે. પરંતુ જે તે ઈન્જેક્શનો, દવાઓ જાતે ખરીદ કરીને સારવાર કરાવે છે. આની જાણ સ્થાનિક જિ.પં. સદસ્ય મુકેશ ભીલને થતાં તેમણે નસવાડી સીએચસીમાં મુલાકાત કરી હતી અને સુવિધાઓ બાબતે પૂછપરછ કરી હતી.
દર્દીઓ દવા બજારમાંથી વેચાતી લાવતા હોવાનું જાણ્યું હતું. રુ.100થી લઈ 540ની દવા બજારમાંથી લાવનાર દર્દીઓએ તેમની આપવીતી જણાવી હતી. હદ તો એ થઈ જ્યારે હરિપુરાની એક સગર્ભા વેચાતું લાવેલ આઇવી સેટ ફરી ઉપયોગમાં આવે તે માટે ઘરે લઈ ગઈ. જે ના થાય. તમામ સીએચસીમાં આઈવી સેટ, હેન્ડ ગ્લોવ્ઝ નથી. આ બાબતે ડોકટર દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી છે. છતાંય ગ્રાન્ટના અભાવે જરૂરી ચીજ વસ્તુ આવી ન હોઇ આરોગ્ય લક્ષી સેવા સરકારની જાહેરાતો સામે કથળી છે.
ડોક્ટરે લખેલી દવાઓ દર્દીઓ વેચાતી લાવ્યા છે
આદિવાસી દર્દીઓ દવા વેંચાતી લાવી સારવાર કરાવે છે. હું મુલાકત કરી તો જાણ્યું પ્રસૂતા બહેનોના પતિ રૂા. 540ની દવા લાવ્યા. એ હું જાતે જોયું. સરકાર જાહેરાતો કરે બાળકોનો જન્મ થાય ત્યાંથી બધું મફત. આરોગ્ય મંત્રી જ પ્રભારી મંત્રી છે. - મુકેશભાઈ ભીલ, જિલ્લા પંચાયત સભ્ય બેઠક, વઘાચ
મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો, વેચાતી દવા લાવ્યો છું
3 દિવસથી દવાખાનામા છું. સરકારની જે વાત છે મફત સુવિધાઓ જે વાત સાચી નથી. હું પોતે દવા બજારમાંથી લાવ્યો છું અને હમણાં સારવાર ચાલુ છે. બાળકનો જન્મ થયો છે. - જયેશ રાઠવા, દાખલ પ્રસૂતા પત્નીના પતિ, વંકલા
સગર્ભા IV સેટ બોટલ ચઢાવ્યા બાદ ઘરે લઈ ગઈ
સગર્ભા IV સેટ રૂ.60નો વેચાતી લાવી હતી. બોટલ ચઢાવ્યા બાદ તેને ઘરે મુકવા જતા ખીલખીલટમા આશા બહેનને પૂછતાં તે ફરી બોટલ ચઢાવવા આવે તો લઈ જવું પડે કહીં લોહી દેખાતા આઈવી સેટ લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.
હું આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરીશ
દવા વેચાતી દર્દી લે છે તેની મને જાણ થઈ છે. હાથના મોજા, આઈવી સેટ નથી. ભાજપ સરકાર આટલો બધો ખર્ચ કરે છે. તો આવું કેમ? હું આરોગ્ય અધિકારીને મળી આ પ્રશ્ન હલ કરીશ અને કાર્યવાહી કરાવીશ. દવાખાને મુલાકાત કરીશ. આવું ન ચાલે. લોકોના આરોગ્યને લઈ સરકારને ચિંતા છે. - અભેસિંહ તડવી, ધારાસભ્ય, સંખેડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.