મુશ્કેલી:હરખોડના 2 વીજ ટ્રાન્સફોર્મર 4 માસથી બળી જતા પ્રજા હેરાન

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરખોડ ગામના બે વિજ ટ્રાન્સરમર ચાર માસથી બળી ગયા હોય તે જગ્યા ગ્રામજનો બતાવી હતી  તેની તસવીર. - Divya Bhaskar
હરખોડ ગામના બે વિજ ટ્રાન્સરમર ચાર માસથી બળી ગયા હોય તે જગ્યા ગ્રામજનો બતાવી હતી તેની તસવીર.
  • ભર ઉનાળે વીજળી વગર ગરમીમાં પ્રજા શેકાય છે
  • વીજ કંપનીમાં રજૂઆત છતા કોઈ ધ્યાન આપતું નથી

નસવાડીના ડુંગર વિસ્તારના હરખોડ ગામે આઝાદીના 75 વર્ષે પણ પાકા રસ્તા નછી અને ફક્ત કાચા રસ્તા પર આ ગામના ગ્રામજનોનું જીવન છે. પરંતુ આ ગામ વધુ વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે ગામ મધ્ય ગુજરાત વીજ કંપનીના બે વીજ ટ્રાન્સફોર્મર છે. પરતું બન્ને વીજ ટ્રાન્સફોર્મર બળી ગયા છે. જેમાં એક તો પાંચ મહિનાથી બળી ગયું છે તેમ ગ્રામજનો જણાવ્યું છે. હરખોડ ગામ ડુંગર વિસ્તારના છેલ્લું ગામ હોય નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં અવાર નવાર વીજ ટ્રાન્સફોર્મર બાબતે રજૂઆત કરાઈ છે છતાંય મધ્ય ગુજરાત વીજ કંપની આ બાબતે ધ્યાન આપ્યું નથી.

હાલ ભર ઉનાળાની ગરમીમાં ગ્રામજનો હેરાન છે. બીજી બાજુ લાઈટ વગર મોબાઈલ ગ્રામજનો બીજા ગામ ચાર્જમાં મુકવા જવા મજબૂર બન્યા છે. પાણીનો પ્રશ્ન વીજ પાવર ન હોય ઉઠ્યો છે. જાણે કોઈને કઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. હરખોડ ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા વીજબિલ પણ સમયસર આવતા નથી અને એક સામટે વીજ બિલ આવે છે તો વીજ ગ્રાહકો વીજ બિલ ભરે પણ કઈ રીતે જેને લઈ વીજ ગ્રાહકોના વીજ મીટર કપાઈ જાય પછી કરે તો શુ કરે આ બાબતે પણ ધ્યાન આપવા ગ્રામજનોની માગ ઉઠી છે.

જીઇબીમાં રજૂઆત કરી તોય વીજ ટીસી કોઈ બદલવા આવતા નથી
બે ફળીયા મા બે વિજ ટીસી છે. બન્ને અલગ અલગ છે તે બળી ગયા છે. અમે જીઈબી મે રજૂઆત કરી છે. બધા હેરાન છે. વિૢીવીજબીલ સમયસર આવતા નથી અને પછી એક સામટે કઈ રીતે ભરે વીજ ટીસી બળી ગયા છે. રાતના ગ્રામજનો અંધારામાં હેરાન થાય છે. જલ્દી અધિકારી ઓ ગામની મુલાકત લઈ વીજ ટીસી બદલે તેવી માગ છે. - ભરતભાઈ ડું ભીલ, ગ્રામજન, હરખોડ

અન્ય સમાચારો પણ છે...