બાળકોને મુશ્કેલી:હરિપુરા(વ) પ્રા. શાળાના 50 બાળકો કીચડવાળા રસ્તા પરથી જવા મજબૂર

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિપુરા(વ) પ્રાથમિક શાળાના 50 બાળકો વરસાદી ભરાયેલ પાણી કાદવ કીચડ વાડા રસ્તા પરથી જવા મજબુર છે. રજૂઆતો કરવા છતાં હજુ સુધી શાળા જવાનો રસ્તો બનાવાયો નથી. - Divya Bhaskar
હરિપુરા(વ) પ્રાથમિક શાળાના 50 બાળકો વરસાદી ભરાયેલ પાણી કાદવ કીચડ વાડા રસ્તા પરથી જવા મજબુર છે. રજૂઆતો કરવા છતાં હજુ સુધી શાળા જવાનો રસ્તો બનાવાયો નથી.
  • આદિવાસી બાળકોને શાળાએ જવા રસ્તાની સુવિધા નથી અપાઈ
  • તંત્ર બાળકોના​​​​​​​ શિક્ષણની સુવિધાનો પ્રશ્ન હલ કરે તેવી ગ્રામજનોની માગ

નસવાડી તાલુકાના હરિપુરા(વ) ગામ 1200થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. સરકાર વિકાસલક્ષી વાત કરે છે, પરંતુ આજેપણ ગામડાઓમાં પરિસ્થિતિ બદલાઈ નથી. પાયાની સુવિધાઓ પૂરતી ન હોય જેને લઈ આદિવાસી બાળકોને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. હરિપુરા વદેશીયા પ્રાથમિક શાળામાં આવતા 50થી વધુ બાળકો ઘરેથી સ્વચ્છ તૈયાર થઈને શાળાએ આવવા નીકળે છે, પરંતુ શાળાના પ્રવેશ દ્ધાર પહેલા જ અંદાજીત 200 મીટરનો રસ્તો પાણીથી ભરાયેલો કાદવ કીચડ વાળો છે. દર ચોમાસામાં આદિવાસી બાળકો કાદવ કીચડમાંથી પસાર થાય છે. સાથે ગ્રામજનો પણ મુશ્કેલીઓ ભોગવે છે.

દરરોજ કાદવ કીચડ વાળા રસ્તાથી પસાર થઈ બાળકો બીમાર પણ પડે છે, છતાંય તાલુકાનું તંત્ર ધ્યાન આપતું નથી. વર્ષે કરોડો રૂપિયાના તાલુકા પંચાયતમાં વિકાસલક્ષી કામોના આયોજન થાય છે. જે આયોજનમાં બિનજરૂરી કામો લેવાય છે, છતાંય અત્યંત જરૂરી કામ હાથ પર લેવાતા નથી. આવા વરસાદમાં અધિકારીઓ, નેતાઓ શાળાની મુલાકાત કરે તો ખબર પડે વિકાસલક્ષી પરિસ્થિતિ કેવી છે. આ બાબતે છોટાઉદેપુર કલેક્ટર, ડીડીઓ જાતે રસ લઈ બાળકોના શિક્ષણની સુવિધાનો પ્રશ્ન હલ કરે તેવી ગ્રામજનોની માગ છે.

અમે પ્રમુખ હતા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી
શાળાએ આવતા બાળકો અને ગ્રામજનો કાદવ કીચડ વાળા રસ્તેથી પસાર થાય છે. હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકે લેખિતમાં માગ કરવામાં આવી હતી. તો ય હજુ શાળા જવાનો રસ્તો બન્યો નથી. - ધીરજભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પતિ

ઠરાવ કર્યા છે, રજૂઆત કરી છે છતાંય રસ્તો મંજૂર થયો નથી
તાલુકા પંચા.ના આયોજનમાંથી રસ્તો મજૂર થાય માટે ઠરાવ કરી આપ્યા છે. ગ્રામજનોએ પણ માગ કરી છે. શાળા જવાનો રસ્તો છે પણ મંજૂર થતો નથી, જેને લઈ મુશ્કેલી પડે છે. ભારે વરસાદ હોય તો શાળા જવાનો રસ્તો બંધ થઈ જાય છે. રસ્તો મંજૂર થાય તેવી મારી માગ છે. - પ્રભુભાઈ રાઠવા, સરપંચ પતિ હરિપુરા(વ)

અન્ય સમાચારો પણ છે...