તંત્ર નિદ્રાંધિન:હરિપુરા(બો) ગામ 4 માસ વિખૂટું રહ્યું છતાં જર્જરિત કોઝવે હજુ પણ જૈસે થે

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિપુરા પાસેનો કોઝવે રિપેર ન થતાં સૂત્રોચ્ચાર - Divya Bhaskar
હરિપુરા પાસેનો કોઝવે રિપેર ન થતાં સૂત્રોચ્ચાર
  • કામગીરી નહીં થતાં ગતિશીલ ગુજરાતના સૂત્રને ગ્રામજનોએ ફારસરૂપ ગણાવ્યું

નસવાડી તાલુકાના રેવન્યુ ગામમાં પ્રાથમિક જરૂરિયાત મુજબ સરકારી તંત્ર એ કામગીરીની જવાબદારી છે. જેમાં સૌથી પહેલાં તાલુકા તંત્ર અને પછી ગ્રામ પંચાયત કામગીરી કરવાની હોય છે. ગ્રામ પંચાયત પાસે એટલું ભંડોળ હોતું નથી કે ગામના મુખ્ય રસ્તાના કોઝવે નવા બનાવી શકે. પંચાયત માર્ગ મકાન જિલ્લા અને ગાંધીનગર સુધી દરખાસ્તો કરે છે પરંતુ સરકાર ધ્યાન આપતી નથી. તાલુકા કક્ષાએ લાખો રૂપિયાના આયોજનો થાય છે પરંતું તાલુકાના અધિકારીઓ પોતાની સરકારી સત્તાનો વિકાસલક્ષી કામ માટે ઉપયોગ કરતા નથી.

ચોમાસામાં ભારે વરસાદના કારણે નસવાડી તાલુકાના હરિપુરા(બો) ગામ પાસેનું કોઝવે જર્જરિત થતાં ચોમાસાના 4 માસ વિખૂટું રહ્યું હતું. આજે પણ ગામમાં સાઈકલ લઈ જઈ શકાતી નથી અને ગતિશીલ વિકાસશીલ ગુજરાતના સૂત્રને આ જર્જરીત કોઝવે તમાચા સમાન છે. હરિપુરા બોરીયાદના ગ્રામજનો ચોમાસુ ગયું હવે તો અમારા આવા દુઃખ દૂર કરોની માગ કરી રહ્યા છે. ગામમાં બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલાઓ શાળાના બાળકો બધા જ મુશ્કેલી ભોગવી રહ્યા છે.

જિલ્લા તાલુકાના અધિકારીઓ રાજકીય નેતાઓ ધારે તો એક દિવસમાં આ વર્ષો જૂનો જર્જરિત કોઝવેનો પ્રશ્ન હલ થાય તેમ જણાવી રહ્યા છે. હરિપુરા બોરીયાદના ગ્રામજનો ચોમાસાનું દુઃખ ભોગવીને થાક્યા છે. હવે ગમે તેમ કરી ગામના રસ્તે જર્જરિત કોઝવે રિપેરીંગ કરવા માગ કરી છે અને જો ધ્યાન નહિ અપાય તો હવે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરાશે. જર્જરિત કોઝવે પર ગ્રામજનો જર્જરિત કોઝવેને નવો બનાવવા અથવા ગમે તે રીતે સાઈકલ ચાલે તેવી વ્યવસ્થા કરવા સૂત્રોચ્ચાર કરી માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...