નસવાડી તાલુકાની 42 રેશનીંગની દુકાનો આવેલી છે. જે દુકાનોમા દર મહિનાની આખર તારીખમા અનાજનો જથ્થો પહોંચતો હતો. એટલે આખર તારીખમા જ રેશનકાર્ડ ગ્રાહકોને અનાજ મળે અને એ પણ વેહલા તે પહેલાના ધોરણે અને એ પણ આજે દુકાન ખુલે તો કાલે સર્વર બંધ છે ધીરુ છે. તેમજ આજે સંચાલક નથી અને કાલે વિતરણ કરવામાં આવશે. જેવા અનેક પ્રશ્ન ઉઠતા હતા.
જ્યારે આ મે માસનો રેગ્યુલર અનાજનો જથ્થો એટલે રેશનકાર્ડ ગ્રાહક વેચાતું અનાજ લેતા હોય તે અનાજનો જથ્થો 100 ટકા 42 દુકાનોમા પહોંચતો કરાયો છે. અને પહેલીવાર આ મહિનાની 11 તારીખ સુધી તમામ દુકાનો પર અનાજ પહોંચ્યું છે. હજુ પ્રધાનમંત્રીનું મફત અનાજ બાકી છે. જે 15 મે પછી પહોંચતો થશે. હાલ તો અનાજનો જથ્થો પહોંચ્યો હોઈ રેશનકાર્ડ ગ્રાહકો વેહલાસર અનાજ લઈ લેવા પુરવઠા વિભાગ આપીલ કરી છે.
જયારે બીજી બાજુ રેશનીંગની દુકાનો રેગ્યુલર ખુલતી નથી. તે બાબતે પણ જિલ્લા પુરવઠા અધિકારી ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. કારણ કે એફ પી એસ સંચાલકોના ગ્રૂપમાં મેસેજ કરાય તો સંચાલક કુપન ઓનલાઇન બતાવે એટલે દુકાન ખુલી છે તેમ લાગે છે. ત્યારે દુકાનો રેગ્યુલર ખુલે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.