છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના અનેક ગામડા છે. જે ગામડાના ગરીબ રેશનકાર્ડ ધારકો ડુંગરો પાર કરી અનાજ લેવા કેટલાય કિલોમીટર પગપાળા અથવા તો બીજી રીતે આવતા હોય છે. જે બાબતે નસવાડી મામલતદાર દ્વારા રસ લઈ અને ડુંગર વિસ્તારના રેશનકાર્ડ ગ્રાહકોને નજીકના ગામમા અનાજ મળે તેને લઈ તત્કાલ રેશનિંગ સંચાલકોની બેઠક બોલાવી હતી. સાથે પુરવઠા વિભાગ પણ જરૂરી માહિતી સાથે હાજર રહી સંચાલકોને નજીકના કયા ગામ અને કેટલા અંતરે અનાજ વિતરણની વ્યવસ્થા થશે બાબતે સૂચનો કર્યા હતા.
જેમાં ખેંદા, ડબ્બા, પિસાયતા, છલવાટા, તેમજ અન્ય અનેક ગામડામા બ્રાન્ચ એફ પી એસ મારફતે અનાજ વિતરણ કરવા માટે વ્યવસ્થા કરવાનું બેઠકમા નક્કી થયું છે. જેમાં ખાસ તો ડુંગર વિસ્તારના છોટીઉંમર, કુપ્પા, તેમજ અન્ય આજુબાજુના ગામડાને ખેંદા ગામે અનાજ મળશેની વ્યવસ્થા કરાઈ છે. સાથે કુંડાં, હરખોડના અનાજ લેવા આવતા રેશનકાર્ડ ગ્રાહકોને તળાવ અનાજ મળશેની વ્યવસ્થા કરાઈ છે.
સાથે અન્ય ગામડા જે દૂર છે તેની પણ વ્યવસ્થા કરાઈ છે. આ બાબતે જેતે સંચાલક ગામડાના રેશનકાર્ડ ગ્રાહકોને જાણ કરી અનાજ વિતરણ કરશેની વ્યવસ્થા કરવા બેઠક યોજાઇ હતી. હાલ તો નસવાડી મામલતદારના પ્રયાસથી વર્ષો પછી ઘર આંગણે અનાજ મળવાની વ્યવસ્થાથી રેશનકાર્ડ ગ્રાહકોએ ખુશ થઈ મામલતદારનો આભાર વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.