વિરોધ કે સમર્થન? / એકબાજુ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર, તો બીજી તરફ સરકારે જ નસવાડીમાં શિક્ષકોને ચાઇનીઝ ટેબ્લેટ આપ્યાં

જિલ્લા શિક્ષણ સંઘે નસવાડીના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય કરવા માટે ચાઇનીઝ ટેબ્લેટ્સ આપ્યાં
જિલ્લા શિક્ષણ સંઘે નસવાડીના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય કરવા માટે ચાઇનીઝ ટેબ્લેટ્સ આપ્યાં
X
જિલ્લા શિક્ષણ સંઘે નસવાડીના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય કરવા માટે ચાઇનીઝ ટેબ્લેટ્સ આપ્યાંજિલ્લા શિક્ષણ સંઘે નસવાડીના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય કરવા માટે ચાઇનીઝ ટેબ્લેટ્સ આપ્યાં

  • શિક્ષકો આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી વિરોધ કરશે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 08:46 PM IST

નસવાડી. છોટાઉદેપુરના નસવાડીના બી.આર.સી ભવને 260 ચાઇનીઝ ટેબ્લેટનું વિતરણ કર્યું છે. એક તરફ સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું કહે છે તો  બીજી તરફ સરકાર જ ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ કરવા લોકોમાં વહેંચણી કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગે શાળઓના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય માટે આ ટેબ્લેટ આપ્યાં છે.

શિક્ષકોને શૈક્ષણિક કાર્ય કરવા માટે ચાઇનીઝ ટેબ્લેટ આપવામાં આવ્યાં

શિક્ષકોએ ચાઇનીઝ ટેબ્લેટનો બહિષ્કાર કર્યો
એક તરફ સમગ્ર દેશ ચીનનો વિરોધ કરી રહ્યું છે, તો બીજી બાજુ એ જ સરકાર ચાઇનીઝ ટેબ્લેટનું વિતરણ કરતી જોવા મળતા વિવાદ ઉભો થયો છે. ત્યારે શિક્ષકો આ ચાઇનીઝ ટેબ્લેટ્સનો બહિષ્કાર કર્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે, થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાની વાત કરી હતી. ત્યારે એવું લાગી રહ્યું છે કે, રાજ્ય સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માગતી નથી.

(અહેવાલ: ઈરફાન મેમણ, નસવાડી)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી