તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:નસવાડી ટાઉનમાં ફટાકડાની દુકાન પર ગ્રાહકો જોવા મળતાં વેપારીઓમાં ખુશી

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનોમાં ફટાકડા ભર્યા બાદ ગાઈડલાઈનને લઈ વેપારી ચિંતિત હતા

નસવાડી ટાઉનમાં બજારના ખુલ્લા વિસ્તારમાં સાત ફટાકડાની દુકાનો લાયસન્સ થકી દર વર્ષે ખૂલે છે. આ વર્ષે પણ કોરોના વાઈરસની મહામારીને લઈ વેપારીઓ ચિંતિત બન્યા હતા. કારણ કે લાઈસન્સ અપાય ગયા બાદ અન્ય રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો હોય નસવાડીના ફટાકડાના વેપારીઓ પણ ગુજરાતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આવશે તો શું થશે તેવું વિચારી ચિંતિત બન્યા હતા. પરતું ગુજરાત સરકારે ફટાકડા ફોડવા બાબતે ગાઈડલાઈન બહાર પાડતા ફટાકડાનું વેચાણ થશેની આશા બંધાઈ હતી. બે દિવસ પહેલા નસવાડીના બજારમાં ગ્રાહકી નીકળી હતી. પરંતુ ફટાકડા લેવા ગ્રાહકો દેખાતા ન હોય વેપારીઓ વધુ ચિંતિત બન્યા હતા. આખરે દિવાળીના દિવસે જ બપોરના ફટાકડાની દુકાનો પર ગ્રાહકો ફટાકડા ખરીદ કરવા આવતા વેપારીઓની ચિંતા થોડી દૂર થઈ હતી. કારણ કે ફટાકડાનો માલ ભર્યા બાદ વેપારીઓને દિવાળી બાદ શું જવાબ આપવો તે પ્રશ્ન હતો. હાલ તો ફટાકડાની દુકાનો પર ગ્રાહકો દેખાતા વેપારી ખુશ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો