પરિસ્થિતિ ઠેરની ઠેર:ઠંડા પાણીથી નહાવાથી બીમાર પડતી કન્યાઓ શિક્ષણ છોડી ઘરે જઈ રહી છે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિવાસી કન્યાઓ બીમાર પડતા ઘરે જઈ રહી છે. - Divya Bhaskar
આદિવાસી કન્યાઓ બીમાર પડતા ઘરે જઈ રહી છે.
  • રાજ્યના ટ્રાયબલ મંત્રી, છોટાઉદેપુર જિલ્લાના હોવા છતાંય લિંડા સ્કૂલમાં પરિસ્થિતિ ઠેરની ઠેર
  • આરોગ્ય સુવિધાઓ માટે વ્યવસ્થા ન હોઇ બીમાર દીકરીઓને દવાખાને કોણ લઈ જાય : વાલીઓ

નસવાડી તાલુકાની લિંડા શિક્ષણ સંકુલમા અભ્યાસ કરતી કન્યાઓના ભોજનમા ઈયળો નીકળેલ હતી. જેને લઈ આદિવાસી કન્યાઓઓએ ભોજનની ગુણવત્તાના સુધારાને લઈ હોબાળો મચાવ્યો હતો. આદિવાસી કન્યાઓ આપવામાં આવતા ભોજનની આપવીતી બ્લેક બોર્ડ પર લખી હતી. ત્યાર બાદ મંગળવારે તપાસનો ધમધમાટ એવો શરૂ થયો કે કંઈક રિઝલ્ટ મળશે. આદિવાસી કન્યાઓને આશા બંધાઈ કે નિયામકને જાતે રજુઆત કરી છે તો ભોજનની ગુણવત્તામા સુધારો આવશે. તો કંઈક સુધારો આવ્યો. પરંતુ 1200થી વધુ કન્યાઓ ઠંડા પાણીથી બધાને નાહવું પડે છે ની રજુઆત પણ રાજ્યના કાર્યપાલક નિયામકને કરી હતી.

એકજ ટાંકીમાંથી આવતા પાણીથી ડિસ ધોવો કે પીવે. બધું જ સરખું. રાજ્યના ટ્રાયબલ મંત્રી આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી હોવા છતાંય લિંડા શિક્ષણ સંકુલના પ્રશ્ન હલ થયા નથી. વાલીઓ આરોગ્યલક્ષિ સેવા હોસ્ટેલમા મળતી ન હોવાથી ના છૂટકે શિક્ષણ પડતું મુકાવી બીમાર પડેલ કન્યાઓને ઘરે લઈ જવા મજબુર બન્યા છે.

ઠંડીમા રોજ ઠંડા પાણીથી નહાવાથી શરદી, ખાંસી અને તાવ રહે છે
બધી છોકરીઓ ગાંધીનગરથી આવેલ સાહેબને કહ્યું ‘ઠંડા પાણીથી નાહવું પડે છે.’ ‘અમે બીમાર પડીએ છે.’ બધી વાત કરી હતી. છોકરીઓ શુ કરે. તાવ, શરદી, ખાંસી હોય ક્યાં જાય? મારા પપ્પા આવ્યા છે. તો શિક્ષણ છોડી મારે ઘરે દવા માટે જવું પડે છે. કોઈ ધ્યાન આપતું નથી. બધા માત્ર વાતો કરે છે. > હોસ્ટેલમા રેહનાર ધોરણ 11ની કન્યા

સોલર હીટર બંધ છે તેને કેમ ચાલુ કરાવતા નથી
રોજ ઠંડા પાણીથી છોકરીઓ નહાય અને બીમાર પડે તો શું કરવાનું? સોલાર હિટર બંધ છે તેને અધિકારી ચાલુ કેમ કરાવતા નથી. સરકાર કરોડો રૂપિયા વાપરે છે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. અધિકારીઓના બાળક આવી ઠંડીમાં ઠંડા પાણીથી નાહય તો ખબર પડે. મારી છોકરીઓ બીમાર છે તો ઘેર દવા કરવા લઈ જવું છું. > સુરેશભાઈ તડવી, વાલી

ગરમ પાણીના નળમા પાણી આવતું નથી.
ગરમ પાણીના નળમા પાણી આવતું નથી.

ઈયળોવાળા ભોજનની તપાસ કરવા આવેલ સાહેબો 3 દિવસ થયા કશું રિઝલ્ટ આપ્યું નથી કેમ?
મેવાસ ભીલ સામાજિક ન્યાય સમિતિ દ્વારા શાળામા પૂછપરછ કરી તો ગાંધીનગરથી સાહેબો આવી તપાસ કરી હતી. તો 3 દિવસ થયા એવું કયું વૈજ્ઞાનિકની જેમ આમા સંશોધન કરે છે. ભોજન ખરાબ આપ્યું, હવે રિઝલ્ટ ક્યારે મળશે? શુ કોની સામે પગલાં એ કોઈ જવાબ નથી મળતો. અમે અમારી દીકરીઓને ખરાબ ભોજન ખાવા થોડી મૂકી છે. આ ચલાવી નહીં લેવાય. આગામી દિવસોમા મેવાસ ભીલ સમાજ ગાંધીનગર જવાબ લેવા જશે. > નટુભાઇ ભીલ, મેવાસ ભીલ સમાજના પ્રમુખ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...